છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ હજાર લોકો કોરોના પોઝિટીવ

117

કેરળમાં એક જ દિવસમાં ૨૫ હજારથી વધુ નવા કેસ : કોવિડ-૧૯ના કારણે ૩૬૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, મોતનો આંકડો ૧૪૭ દિવસનો સૌથી ઓછો
નવી દિલ્હી,તા.૮
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ઊભો થઈ રહ્યો હોય એવું રોજ સામે આવતા સંક્રમણના મામલાથી લાગી રહ્યું છે. કેરળમાં એક દિવસમાં ૨૫ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૮ લોકો સંક્રમિત થયા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૭ કેસ નોંધાયા છે. પણ સારી બાબત એ છે કે રાજ્યમાં રિકવરી રેટ દેશની સરેરાશ કરતાં વધુ ૯૮.૭૬ ટકા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૭,૮૭૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૬૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોતનો આંકડો ૧૪૭ દિવસનો સૌથી ઓછો છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૦,૯૬,૭૧૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૭૦,૭૫,૪૩,૦૧૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮,૪૭,૬૨૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૨ લાખ ૬૪ હજાર ૫૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૯,૧૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૯૧,૨૫૬ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૧,૪૧૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૩,૪૯,૪૩,૦૯૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૫૩,૭૪૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૮ કેસ નોંધાયા છે. તેની સામે ૨૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮,૧૫,૨૯૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રીકવરી રેટ ૯૮.૭૬ ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ ૧૪૯ એક્ટિવ કેસ છે. જેમાંથી ૦૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૪૩ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોવિડ સામે લડતાં કુલ ૧૦,૦૮૨ દર્દીઓનાં મોત થયા છે.

Previous articleકોરોનાથી મોતમાં દરેકને વળતર ન મળી શકે : સુપ્રીમ
Next articleકેરળ-મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં ગોવામાં એલર્ટ