ઘઉંના ટેકાના ભાવમાં ૪૦ અને જવની સ્જીઁમાં ૩૫નો વધારો

132

ખેડૂત આંદોલનની વચ્ચે કેન્દ્રીય કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા : પીઆઈએલ સ્કીમ હેઠળ ટેક્સટીલ્સ સેક્ટર માટે ૧૦૬૮૩ કરોડની ફાળવણી, પીએલઆઈ સ્કીમથી ૭.૫ લાખ લોકોને સીધો જ ફાયદો થશે
નવી દિલ્હી, તા.૮
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે વર્ષ ૨૦૨૨-૨૩ ની સિઝન માટે રવી પાકના એમએસપી (લઘુતમ ટેકાના ભાવ) માં વધારો કર્યો છે. કૃષિ કાયદાને લઈને ખેડુતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઘઉં માટે એમએસપીમાં ૪૦ રૂપિયાનો વધારો કર્યો છે, જે હવે ૨૦૧૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે જવની એમએસપીમાં ૩૫ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.સરકારના જણાવ્યા મુજબ, મસૂર, રેપસીડ અને સરસવ (૪૦૦ પ્રતિ ક્વિન્ટલ) ની એમએસપી અગાઉના વર્ષની સરખામણીએ સૌથી વધુ વધારવામાં આવી છે, જેના કારણે તમામ ફરજિયાત રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો થશે. છેલ્લા કેટલાક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકોની એમએસપી વધારવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે ખેડૂતોને લઈને જે નિર્ણય લેવામાં આવ્યા છે, તેનાથી ખેડૂતોની આવક બમણી કરવા તરફ મહત્વનું પગલું ભરવામાં આવશે. સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કૃષિ કાયદાઓના મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો લગભગ ૧૦ મહિના કરતા વધારે સમયથી દિલ્હીની વિવિધ સરહદોને ઘેરી ચૂક્યા છે અને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે. તે જ સમયે, હવે ફરી એક વખત ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. બુધવારે, જ્યારે કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના એમએસપી વધારવાનો નિર્ણય કર્યો, ત્યારે હરિયાણાના કરનાલમાં ખેડૂતો અને સ્થાનિક વહીવટીતંત્ર સામસામે છે. ખેડૂત સંગઠનો અહીં લાઠીચાર્જનો વિરોધ કરી રહ્યા છે. કેબિનેટે ટેક્સટાઈલ સેક્ટર માટે ૧૦૬૮૩ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(પીએલઆઈ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઈન્સેન્ટિવ ૫ વર્ષ દરમિયાન ટેક્સટાઈલ સેક્ટરને આપવામાં આવશે. આજે થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. બેઠક બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને આઈબી મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના મોટા નિર્ણયો પર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પીએલઆઈ સ્કીમથી ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને ગ્લોબલ રીતે કમ્પીટેટિવ બનાવવામાં મદદ મળશે. પીએલઆઈ સ્કીમથી ૭.૫ લાખ લોકોને સીધો ફાયદો થશે. પિયુષ ગોયલે કહ્યું કે કાપડ ઉદ્યોગ માટે જેટલા પગલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યા છે તે કદાચ જ પહેલા ઉઠાવાયા હશે. મને વિશ્વાસ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું વર્ચસ્વ દેખાડી શકશે. પિયુષ ગોયલે કહ્યું કે સમગ્ર વેલ્યુ ચેન, જેની મેન મેઈડ ફાઈબર અને ટેક્નિકલ ટેક્સટાઈલ માં જરૂર પડે છે. તેને પ્રમોટ કરવામાં આવશે. ફેબ્રિક ભારતમાં બને અને પ્રોસેસિંગ યુનિટ વધુ આવે તેના પર અમારી કોશિશ રહેશે. કેબિનેટે શેરડીના ખેડૂતો માટે ૨૯૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ખરીદભાવને મંજૂરી આપી દીધી છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. કેબિનેટે માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ માટે રવિ પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) એટલે કે ટેકાના ભાવમાં વધારો કર્યો. ઘઉ માટે એમએસપી ૧૯૭૫ રૂપિયાથી વધારીને ૨૦૧૫ રૂપિયા કર્યો. આ એમએસપી પર ઉત્પાદન ખર્ચના તેમના ૧૦૦ ટકા ખેડૂતોને પાછા આવી જશે. ચણાની એમએસપી વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૫૨૩૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી. જે પહેલા ૫૧૦૦ રૂપિયા હતી. મસૂરની એમએસપી ૫૧૦૦ રૂપિયાથી વધારીને ૫૫૦૦ રૂપિયા કરવામાં આવી. મસ્ટર્ડની એમએસપી ૪૬૫૦ રૂપિયાથી વધારીને ૫૦૫૦ રૂપિયા કરવામાં આવી. કુસુમની એમએસપી માં પણ ૧૧૪ રૂપિયાનો વધારો કરાયો છે. હવે તે ૫૩૨૭ રૂપિયાથી વધીને ૫૪૪૧ રૂપિયા થઈ છે.
(અનુસંધાન નીચેના પાને)

Previous articleશિક્ષકોને ૮ કલાક ડ્યુટીનો પરિપત્ર આખરે રદ્દ કરાયો
Next articleઆનંદો..ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફલો