મોડેલ ડે સ્કૂલમાં NCCના કેડેટ્‌સ અનેNSSના સ્વયં સેવકો દ્વારા સ્વયં શિક્ષક દિવસની ઉજવણી

146

મોડેલ ડે સ્કૂલ સણોસરામાં સ્વયં શિક્ષક દિવસ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રાર્થના અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને ૨૬ બટાલિયન સુરેન્દ્રનગરની મોડેલ ડે સ્કૂલ સણોસરાના દ્ગઝ્રઝ્રના કેડેટ્‌સ અને દ્ગજીજી સ્વયં સેવકો દ્વારા શિક્ષક બની કલાસમાં શૈક્ષણિક કાર્ય કર્યું હતું અને તમામ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો શાળાના આ દિવસના આચાર્ય તરીકે તલસાણીયા કિશનભાઈએ નિષ્ઠાથી કામગીરી કરી હતી અરે અમુક બાળકોની ભણાવાવની પીચ જોયને શિક્ષકો ચકિત થઈ ગયા, અરે સીમા, શ્વેતા, જયશ્રી, વિજય, સત્યજીત વગેરે વિધાર્થીની પૂર્વ તૈયારી સાથે ભણાવવાની શૈલી શિક્ષકોને શરમાવે તેવી હતી કારણ કે જે ખંતથી કાર્ય કરે તે ખુબ જ સારું કામ કરી શકે. મોડેલ ડે સ્કૂલ સણોસરાના આચાર્યશ્રી ડૉ.મનોજભાઈ જિ ચૌહાણે સ્વયં શિક્ષક દિવસની બધા જ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી, અને શિક્ષક બની દેશની સેવા કરવાનું કહ્યું હતું. તેમજ જીવનમાં ખેલદિલીથી કામ કરી ઉચ્ચ ધ્યેય સાથે, ઉચ્ચ સંકલ્પ લઈ આગળ વધવા કહ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી તે બદલ મોડેલ ડે સ્કૂલ સણોસરાના આચાર્ય ડૉ.મનોજભાઈ જિ ચૌહાણે સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleશહેર પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી
Next articleભાવનગર કરાટેના વિધાર્થીઓએ ૧૬ ગોલ્ડ મેડલ મેળવી ટીમને રનર્સઅપ સુધી પહોંચાડી