વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દર વર્ષે અલગ અલગ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરે છે. આ વર્ષે સૌરાષ્ટ્ર ઝોન વાડો કાઈ કરાટે ચેમ્પીયનશીપ ૨૦૨૧નું આયોજન યંગસ ક્લબ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી કરાટેના ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગરના કરાટેના વિદ્યાર્થીઓ ભાવનગર કોચ સેનસાઈ હિરલ એમ. જોષી, સેનસાઈ આકાશ એમ. જોષી, સેનસાઈ સમર્થ પી. ગૌસ્વામી, સેનસાઈ યોગેશ જી. રાઠોડના ઉતીર્ણ સ્પર્ધાત્મક તાલીમ અને માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોન વાડો કાઈ કરાટે ચેમ્પીયનશીપ ૨૦૨૧માં અલગ અલગ કેટેગરી પ્રમાણે ૧૬ ગોલ્ડ મેડલ ૧૯ સિલ્વર મેડલ સાથે ભાવનગરની ટીમ રનર્સઅપ બની હતી અને ૨૩ વિદ્યાર્થીઓ સેમીફાઇનલ સુધી પહોંચવામાં સફળ થયા હતા. વાડો કાઈ કરાટે ભાવનગરના વિદ્યાર્થીઓએ ટીમને રનર્સઅપ સુધી પોહચાડી અને ભાવેણાનું નામ રોશન કર્યું તે બદલ વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભાવનગર જીલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવે અને ગુજરાત ટેકનીકલ ડાયરેક્ટર શિહાન અરવિંદભાઈ રાણાએ કરાટેમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.