મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પાબેન યાદવ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો.નરેન્દ્રસિંહ રાઠોડ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ રપ એપ્રિલ ર૦૧૮ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવણીના ભાગરૂપે ધંધુકા અને ધોલેરા તાલુકાની ધંધુકા ખાતે રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી મેલેરીયાના બેનર અને પ્લે કાર્ડ સાથે ધંધુકાના મુખ્ય માર્ગો પર ફરી હતી અને મેલેરિયા મુક્ત ગુજરાત-ર૦રર સાર્થક કરવાના ધ્યેય સાથે રેલી પૂર્ણ કરેલ હતી. આ રેલીમાં પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.રાકેશ ભાવસાર, ડો.રિયાઝ ઝુલાયા તથા તમામ આયુષ તબીબ ડો.સિરાજ દેસાઈ, ડો.યોગેન્દ્રસિંહ રાઠોડ, ડો.શૈલેષ ચાવડા, ડો.રાજેશ કળથીયા, ટીઆઈસીઓ, મ.પ.હે.સુ., ફિ.હે.સુ., મ.પ.હે.વ., ફિ.હે.વ. તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધેલ.
પ્રા.આ. કેન્દ્ર આકરૂના મેડીકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈ દ્વારા જણાવવામાં આવેલ કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગોની સારવાર માટે તાવ એ રોગનું મુખ્ય લક્ષણ છે. જો આવા દર્દીને સમયસર સારવાર કરીએ તો દર્દીને શારીરિક અને આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી શકાય છે. હાલમાં ધંધુકા અને ધોલેરા તાલુકા વિસ્તારમાં આરોગ્ય કાર્યકર દ્વારા નિયમિત સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ભડીયાદ મે.ઓ. ડો.રાકેશ ભાવસાર દ્વારા સરકાર દ્વારા ફિવર હેલ્પ લાઈન નંબર ૧૦૪ કાર્યરત કરવામાં આવેલ છે તેની માહિતી આપેલ તેમજ વધુમાં જણાવેલ કે, કોઈપણ વ્યક્તિને જો તાવ જેવા ચિહ્નો હોય તો ૧૦૪ નંબર પર ફોન કરી દર્દી સારવાર અને સલાહ મેળવી શકે છે અને દર્દીને ર૪ કલાકની અંદર દર્દીના ઘર સુધી પહોંચી સંપૂર્ણ સારવાર કરવાનું આયોજન કરેલ છે.