સૌરાષ્ટ્ર યુનવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધિરાણ મંડળી લિ ના નવનિયુકત કારોબારી સદસ્યોની એક બેઠક પદાધિકારીઓની ચૂંટણી કરવા માટે એમ. બી. એ. ભવનના વડા અને મેનેજમેન્ટ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો. સંજય ભાયાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ બેઠકમાં તમામ કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા. ગહન ચર્ચા વિચારણાના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક ગ્રાહક અને ધિરાણ મંડળી લિ ના પ્રમુખ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડૉ જયદીપસિંહ ડોડીયાની નિમણુક કરવામાં આવી હતી. આમ પ્રો. જયદીપસિંહ ડોડીયા પ્રમુખ પદે સતત બીજી વાર બિનહરીફ ચુંટાયા છે. તેમજ ઉપપ્રમુખ તરીકે ભૌતિક શાસ્ત્ર ભવનના સિનિયર પ્રાધ્યાપક ડૉ. જયંત એ ભાલોડિયા, મંત્રી તરીકે ગણિત શાસ્ત્ર ભવનના પ્રો. ડૉ. વિનોદરાય જે કનેરિયા, સહમંત્રી તરીકે મનોવિજ્ઞાન ભવનના વડા ડૉ યોગેશ જોગસણ તેમજ ખજાનચી તરીકે રસાયણ શાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ રંજન ખૂંટની સર્વાનુમતે વરણી કરવામાં આવી. મંડળીના ખજાનચી પદે બે નવનિક્યુક્ત મહિલા કારોબારી સભ્યો પૈકી હોમસાયન્સ ભવનના પ્રાધ્યાપક ડૉ રેખાબા જાડેજાએ ખજાનચી પદે ડૉ રંજન ખૂંટના નામ ની દરખાસ્ત કરી હતી જે સર્વાનુમતે સ્વીકારવામાં આવેલ. અત્રે ઉલ્લખનીય છે કે છેલ્લા તેત્રીસ વરસ થી મંડળી ના કારોબારી સભ્યો અને તમામ હોદ્દેદારો બિનહરીફ ચુંટાતા રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં ક્યારેય ચૂંટણી યોજવાની નોબત આવી નથી જેનો સંપૂર્ણ શ્રેય આ સહકારી મંડળી નું હિત જેમના હૈયે વસેલું છે તેવા તમામ સભાસદો ને ફાળે જાય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ મંડળી ના નવનિયુક્ત હોદ્દેદારોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો નિતીનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડૉ વિજયભાઈ દેશાણી એ અભિનંદન પાઠવ્યા છે તેમજ નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના કાર્યકાળ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધે અને સૌરાષ્ટ્રની ધરાને શોભે તેવી કામગીરી કરવાની પ્રતબધ્ધતા વ્યક્ત કરી છે