વાતાવરણ ગણપતિ બાપા મોરયાના નાદથી ગુંજી ઉઠ્યું : ડ્ઢત્નના તાલ સાથે ધામધૂમપૂર્વક ગણેશોત્સવનો પ્રારંભ
વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહોત્સવનો આસ્થાભેર પ્રારંભ થયો છે. ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં આ વખતે ગણેશ મહોત્સવના અનેક જાહેર આયોજનો થયા છે. જેમાં આજે સવારથી જ ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અને વાજતે ગાજતે શહેરમાં ફરી ગણેશ પંડાલ પહોચી જ્યાં વિધીવિધાન સાથે ગણેશજીની મુર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અલગ અલગ સ્થળોએ ૩, ૫, ૭, કે ૧૧ દિવસ સુધીની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થતા મુર્તિઓને લઈને ભાવિકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડિજે સાઉન્ડ સાથે અબીલ ગુલાલની છોળો ઉડાડી ગણપતી બાપાને વાંજતે ગાજતે પંડાલ સુધી લઈ જવાયા હતા અને સ્થાપના કરવામાં આવી હતી. અને આ વર્ષે અનેક લોકોએ પોતાના ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. હવે આયોજન દરમિયાન દરરોજ સવાર, બપોર અને સાંજ મહાઆરતી, થાળ, તેમજ દરરોજ રાત્રીના વિવિધ કાર્યક્રમો સહિતના આયોજનો કરવામાં આવશે. શહેરમાં નિકળેલી વિવિધ શોભાયાત્રામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં આજથી દસ દિવસ સુધી ગણેશોત્સવનો હર્ષોલ્લાસ ઠેરઠેર ડી.જેના સથવારે લાવી સ્થાપના કરવામાં આવી હતી, લોકો માં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો હતો.ભાવનગર શહેરમાં કેસન્ટ સર્કલ કા રાજા, સરિતા કા રાજા, રિધ્ધી-સિદ્ધિ વિનાયક મંડળ, મહાકાળી મિત્ર મંડળ, પાનવાડી કા રાજા, સુભાષનગર સહિતના સ્થળોએ મોટા મોટા આયોજનો કરવામાં આવ્યા હતા. જેમના સ્મરણ માત્રથી ભાવિકોના તમામ સંકટો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવ ગણપતિજીની આરાધનાના મહાન પર્વ ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે અને દસ દિવસ સુધી ઉત્સવના ઓતપ્રોત રહશે.કોરોનાના કહેરના કારણે ગત વર્ષે સામુહિક આરાધના પર પ્રતિબંધ હતો જયારે આ વર્ષે ગાઈડલાઈનની અમલવારી સાથે સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવના આયોજનની ઉજવણી કરશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાને લઈને આ વર્ષે ગાઈડલાઈનની અમલવારી સાથે સાર્વજનિક આયોજનોને મંજુરી અપાઈ છે. જેમાં નિયમો સાથે મોટા મોટા આયોજકો ને ૪ ફૂટ ના ગણપતિ લાવવામાં આવશે અને વિસર્જન વખતે ૧૫ લોકો ને છૂટ આપવામાં આવી છે,ભાવનગર શહેર અને જિલ્લામાં ચોતરફ ગણપતિ બાપા મોરીયાનો ગગનભેદી જયનાદ ગુંજી ઉઠશે. ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે પણ શેરીઓ, મહોલ્લાઓમાં દોઢ, ત્રણ, પાંચ,સાત અને નવ દિવસના મહોત્સવ માટે સુશોભિત પંડાલો ખડા કરાઈ રહ્યા છે. જયા મર્યાદિત સંખ્યામાં ભાવિકો દ્વારા વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિની વિધિવત પધરામણી, સ્થાપન કરાશે. બાદ ષોડશોપચાર પૂજા કરીને નૈવેદ્ય ધરાશે.ઉત્સવ દરમિયાન આ વર્ષે દરરોજ અલગ અલગ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રચનાત્મક કાર્યક્રમો અને પ્રવૃતિઓ ઓછા પ્રમાણમાં થશે. મહામારીને લઈને સામુહિકના બદલે હવે વ્યકિતગત ઘેર ઘેર ગણેશોત્સવના આયોજનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.