કુમાઉની ગીરી કંદરાઓ આજકાલ રામચરિત માનસના દોહા- ચોપાઈથી ગુંજી રહ્યું છે. પૂ. મોરારિબાપુએ માનસશ્રી કથાના પંચમ્ ચરણને પ્રવાહિત કરતા કહ્યું રામ તત્વ અમરતત્વનો પર્યાય છે. હરી ભજન આનંદ આપે. કમળની બધી પાંદડીઓ ખુલી જાય તે આનંદ રામ નામ કર્મકતાનું પ્રતિક છે. જે વીર છે તે જ તેનો સદભાગી બને ઓમ અને રામ પર્યા છે. સોક્રેટીસને બદીવાન બનાવ્યો. તેની પાસે પાંચ શરતો મુકવામાં આવી તેનો તેણે અસ્વીકાર કર્યો. સત્ય સાથે સમાધાન ન હોય. મૃત્યુએ ધ્રુવ છે. કયારેક આપણે એક સ્થળને સ્મશાન ગણીએ છીએ પણ જમીનનો કોઈ ટુકડો એવો નહીં હોય જયાં કોઈને કોઈ વસ્તુનું નિર્વાણ થયું તથી ચિત્રકુટ પાંચ પ્રકારની ભુમિ છે. વિહાર, વિવેક, વિલાસ, વિનોદ, વિયોગ, ભારતીય અધ્યાત્મ દૃશન પરીકમ્પાનું મહત્વ દર્શાવે છે. દરેકના ભીતરમાં શ્રીનો દિપક બળવો જોઈએ.ભ રત અને હનુમાનજી બે મહાન યાત્રીઓ છે. લક્ષ્મણજીએ પાંચ વસ્તુઓ ન આવવાનું વચન આપ્યું હતું. જે હતા રાગ, રસ ઈર્ષા, મદ અને મોહ. સુમિરન મેરા હરી કરે મૈ પાવા વિશ્રામ ગૌ સેવા, અને ગોસરક્ષણ આપણી પરંપરા છે તેને સરક્ષિત કરતા રહેવું. સમાજમાં વ્યપી વ્યસનો પરિવાર, શરિરને પીડા આપે છે. આ પવિત્ર સ્થાનેથી એવો સંકલ્પ કરીએ કે હવે હું તેનો ત્યાગ કરૂ છું. નિયમથી સંયમ વધુ સારો પ્રમાદ મૃત્યુનો વિકલ્પ બને છે. જ્ઞાનરૂપી પુત્ર શ્રધ્ધારૂપી જનનીથી પ્રગટ થાય છે.
કથા વિશેષ
હ ડોલ આશ્રમના કલ્યાણિકા હિમાલય દેવસ્થાન સંસ્થાન દ્વારા ર૭ થી ર૯ ત્રણ દિવસ રાષ્ટ્રીય સંત સંમેલન મળશે. જેમાં સત્ય મિત્રાસંદજી મહારાજ, પૂ. બાબા કલ્યાણ સહિતના વરીષ્ઠ સંતો હાજર રહેશે.
હ આજે તા. રપ-૪-૧૮ના રોજ બપોર પછી પ-૦૦ કવાલ્લીનો કાર્યક્રમ યોજાયો.
હ કુમાઉના પહાડી લોકો પણ કથામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.
– તખુભાઈ સાંડસુર