કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ગણપતિ મહોત્સવનો ધાર્મિક પૂજાવિધિથી કરાયેલો પ્રારંભ

217

શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકો અને બધિર મંડળનાં સંયુક્ત ઉપક્રમે વર્ષોથી શહેરની જાણીતી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ તા.૧૦/૦૯/૨૦૨૧ શુક્રવારે ભાવનગરનાં મેયર કીર્તિબેન દાણીધરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરા સાથે વિધિવત રીતે ઈકોફ્રેન્ડલી ગણપતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા સાથે બાળકોએ શાળાનાં કેમ્પસમાં સરઘસ સ્વરૂપે શોભાયાત્રા કાઢી આનંદ ઉઠાવ્યો હતો. ધાર્મિક પૂજાવિધિ સંસ્થાનાં ટ્રેઝરર પંકજભાઈ ત્રિવેદીનાં વરદ હસ્તે કરવામાં આવી હતી.
ગણપતિ મહોત્સવ વિષે માહિતી આપતા સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ તેમજ શ્રવણમંદ બાળકો ઈશ્વરની આરાધના કરી આનંદ ઉઠાવી શકે તેવા હેતુથી પ્રતિવર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શાળાના બાળકો દ્વારા આ મહોત્સવ દરમિયાન સંગીતનાં વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવશે. આ પ્રસંગે તખ્તેશ્વર વોર્ડનાં કોર્પોરેટર ભાવેશભાઈ મોદી, હીરાબેન વિંજુડા તેમજ સંસ્થાનાં માનદમંત્રી મહેશભાઈ પાઠક અને સંસ્થાનાં કર્મવીરો,શાળાના બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગણેશ મહોત્સવનો પ્રારંભ : ઠેર ઠેર શોભાયાત્રા નીકળી
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના