ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે પર્યાવરણ ની જાગૃતિના અનુસંધાને ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરૂ મહત્વ છે. દરેક તહેવાર આપણે ધાર્મિક પરંપરા અનુસાર તેની ઉજવણી કરતા હોઈએ છીએ.ત્યારે પરંપરા અનુસાર આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના ચુસ્ત પાલનની સાથે કરવામાં આવી હતી. આ વર્ષે પર્યાવરણ જાગૃતિના અનુસંધાને કોલેજ ખાતે નારિયેળના છાલામાંથી બનાવેલ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી. આ ૩દિવસ કોલેજની વિદ્યાર્થીની દ્વારા દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવશે. આ વખતે ઢોલ અને શરણાઈના સુર સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.