મફત તેલનો કમિયો સફળ : ભાણગઢ ગામે એક’દીમાં ૯૦ ટકાને રસીકરણ

108

ભાવનગર જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, ડીડીઓ ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. તાવીયાડ, ડો. પી.વી.રહેવર સહિત વહીવટી તંત્ર દ્વારા કોરોના વેકસીનેશન વધુમાં વધુ થાય તેવા પ્રયત્નો હાથ ધરાયેલ જેમાં યુવા અનસ્ટોપેબલ અને પ્લાન ઈન્ડિયાના સહયોગથી ઓછા રસીકરણ વાળા ગામોમાં વેકસીનનો ડોઝ લેનારને એક લીટર તેલ મફત આપવાની જાહેરાત કરવામાં આવેલ જેને ભારે સફળતા મળી છે. સિહોર તાલુકાના ઓછા કવરેજ રસીકરણના ગામોને શોધીને તાલુકા હેલ્થ ઓફીસર ડો. જયેશ વંકાણી રસીકરણ કરાવી રહ્યા છે જેમાં ગઈકાલે ઉસરડ પ્રા.આ.કે.ના ભાણગઢ ગામે રસીકરણ કાર્યક્રમ યોજાયેલ જેમાં એક દિવસમાં જમાં ૧૮૦ વ્યક્તિઓને કોવીંડ રસીકરણની કામગીરી કરીને ભારે સફળતા મેળવી હતી. આમ સંસ્થાઓના સહોયગથી મફત તેલ આપવાનો તંત્રનો કમિયો સફળ રહ્યો હતો.

Previous articleતક્ષશીલા ખાતે ઈકોડલી ગણેશજીની સ્થાપના કરાઈ
Next articleવેક્સિનેશન માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, વેક્સિન રથ સાથે ગણપતિ દર્શન