બાબરકોટ ગામે ઉજ્જવલા યોજના હેઠળ ૧૦પ લાભાર્થીઓને ગેસકીટનું વિતરણ

776
guj2642018-3.jpg

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતરર્ગત એલ.પી. જી.  પંચાયના આયોજનમાં મામલતદાર ચોહાણના અધ્યક્ષ સ્થાને મિતરાજ ગેસ એજન્સી (એચ.પી.) દ્વારા ૧૦પ લાભાર્થીઓને ફ્રી ઓફ ચાર્જ કનેકશન અપાયા.
જાફરાબાદના બાબરકોટ ગામે સરકારની ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ૧૦પ લાભાર્થીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે ફી ઓફ ચાર્જ ગેસ સિલિન્ડર તથા સ્ટવ સહિત કીટનું મામલતદાર ચોહાણ તેમજ ગામના ઉપ સરપંચ હેતલબહેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળની ઉપસ્થીતિ અને પ૦૦થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં ગેસ કીટના માર્ગદર્શન સાથે વિતરણ કરવામાં આવ્યું જે જાફરાબાદની મિતરાજ ગેસ એજન્સીના (એચ.પી.) ગેસ મારફતે વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત આ પ્રસંગે મામલતદાર કચેરીના પદાધિકારીઓ પણ હાજર રહેલ તેમજ મામલતદાર ચોહાણની ટીમ દ્વારા ભારત સરકારના પેટ્રોલીયમ અને કુદરતી ગેસ વિભાગ તરફથી નકકી કરવામાં આવેલ એજન્ડા મુજબ ૯૦ થી ૧ર૦ મિનિટ સુધી ગેસથી થતા લાભા લાભ અને સલામતી અંગેના ઉપાયો અને તેનો પ્રતિભાવ તથા ડેમોસ્ટ્રેશન કરી પુરેપુરી ગેસ વિશે ગ્રાહકો લાભાર્થીઓને માર્ગદૃશન સાથે બહોળી સંખ્યામાં જનમેદનીને એકઠા કરવામાં તાલુકા સદસ્ય હરેશભાઈ ડાહ્યાભાઈ તથા માજી સરપંચ અને હાલના સરપંચની ટીમે જહેમત ઉઠાવી હતી. 

Previous articleઆલમોડા કથા : પાંચમો દિવસ વ્યસન મુકિત સંદેશથી સંપન્ન
Next articleસિહોરના ગાંધારી આશ્રમમાં ઘાસચારાની અછત : અબોલ પશુ માટે મદદની અપીલ