પ્રયત્ન ફાઉન્ડેશન અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે : કોરોના વ્યક્તિ અંગે લોકજાગૃતિ માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
ભાવનગરમાં વધુ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં જ આવેલી ગણેશ ચતુર્થી ને લઈને લોકોની આસ્થા સાથે ભગવાન ગણેશજીના દર્શન કડી અને વેક્સિનેશન કામગીરીને વધુ વેગવંતી બનાવી શકાય તેવા હેતુથી વધુ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પુરુષાર્થ ફાઉન્ડેશન અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ’ગણપતિ આપના દ્વારે’ અનોખું આયોજન કરાયું. સૌપ્રથમવાર ભાવનગરમાં પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા “વેકસીન ગણપતિ રથ” લોકોના દ્વારે પહોંચી અને વેક્સિન લઈ અને લોકો પોતે પોતાના ઘર આંગણે પધારેલા ગણપતિ ગજાનંદ ના દર્શન કરી શકે તેવા રથનો પ્રારંભ ભાવનગર શહેરમાં કરવામાં આવ્યો છે. ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ રાજુભાઈ પંડ્યા તેમજ મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયા ના હસ્તે આ રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન ગણપતિ ગજાનંદ ગણેશ ઉત્સવ દરમિયાન લોકોના ઘરે પહોંચીને દર્શન આપી શકે અને તેમાં પણ આધુનિક પદ્ધતિથી આપ ગણપતિ રથને તમામ સોસાયટીઓમાં લઈ જવામાં આવશે.
ગણપતિ બાપા પોતે લોકોના દ્વારે આવી દર્શન આપશે પણ દર્શન તેને જ થશે જેણે વેકસીન લીધી હશે. ભારતમાં આધુનિક વ્યવસ્થા કરાયા મુજબ જે લોકોએ વેક્સિન ના લીધી હોય તેઓ વેક્સિન લઈ બાપા ના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ લોકો વેક્સિન લેશે અને વેક્સીનની સોય હાથ પર અડશે કે તરત સામે મુકેલા મન્દિરના દ્વાર ખુલશે અને બાપાના દર્શન થશે. આ રીતે ભાવનગર મહાનગર પાલિકા તેમજ પુરુષાર્થ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભક્તિ સાથે વેક્સિનેશન ની કામગીરી ઝડપી બને તે હેતુ થી અનોખા આયોજન થી ઘરે બેઠા લોકોને ગણપતિ દર્શન અને વેકસીનનો બેવડો લાભ મળશે. લોકોએ પોતાની સોસાયટીમાં ગણપતિ દર્શનનો લાભ લેવા પુરુષાર્થ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો પડશે. આ સાથે જ ભાવનગર શહેરમાં શેરી ગલી મોહલ્લામાં ગાય સ્વાન અને બિલાડી જેવાની સહાય પશુઓ માટે ખાવાનું આપવા માટે પણ એક રથ બનાવવામાં આવ્યો છે. જે રથ મારફતે આ નિરાધાર પશુઓને બે ટાઇમ જમવાનું પણ પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે જે રથને પણ પ્રારંભ કરાયો હતો.