તારીખ ૮/૯/૨૦૨૧નાં રોજ બરવાળા સી.ટી વિસ્તારમાંથી મહિલાએ ૧૮૧ માં ફોન કરીને મદદ માગવામાં આવેલ કે મારે આઠ માંસનો ગર્ભ છે. મારા પતિ એ ઝધડો કરી મને ધરમાંથી બહાર કાઢી મુકેલ છે. તેથી મને મદદ માટે ૧૮૧ વાનની જરૂર છે. બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમને જાણ થતા કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, મહિલા કોન્સ્ટેબલ મેણીયા મિના બેન તથા પાયલોટ નિલેશભાઈ ચુડાસમા જણાવેલ સ્થળ પર પહોંચતા જોવા મળ્યું કે પીડિત મહિલા ભારે વરસાદમાં એક મકાનની છત નીચે ઉભા હતા. પીડિત મહિલા સાથે ૧૮૧ ટીમે વાતચીત કરી પીડિતાનુ ઘર નજીક હોવાથી પીડિતાને તેના ધરે લઇ જઇ કાઉન્સેલીંગની દોર શરૂ કરેલ.ત્યાર બાદ પીડિત મહિલા એ ફરિયાદ માં જણાવેલ તેમના લગ્નને નવ વર્ષ જેટલો સમયગાળો થયેલ છે. સંતાનમાં એક બાળક છે. તેના પતિને લગ્ન બાદ બાહ્ય સંબંધ હોય જેના કારણે તેમના લગ્ન જીવનમાં અવાર-નવાર ઝગડા થતા હોય અને એ વાતચીતના ઝગડામાંથી ઘણીવાર મારકુટ પર કરે છે.નશાનું સેવન પણ કરતા હોય છે.હાલ મારે આઠ માસનો ગર્ભ હોય અને મને માનસિક-શારીરિક ત્રાસ આપી હેરાન કરતા હોય તેથી મેં કંટાળી ૧૮૧ની મદદ માંગેલ. ત્યાર બાદ પીડિતાના પતિનું કાઉન્સેલીંગ કરી સમજાવ્યા હતા પછી પીડિત મહિલાના પતિ એ તેમની ભુલ સ્વિકાર કરી બાહેધરી આપી કે હવે હું મારી પત્નીને રાજી-ખુશીથી રાખી અમારુ લગ્ન જીવન ખુશ-ખુશાલ રીતે વિતે એવા તમામ પ્રયત્ન કરીશ.આમ,૧૮૧ ટીમે પતિ-પત્ની વચ્ચેના મતભેદો દુર કરી પ્રેમપૂર્વક સમસ્યાનું સમાઘાન કરીને તેમનું લગ્ન જીવન તુટતા બચાવ્યું.