સિહોર ખાતે આવેલા ગાંધારી આશ્રમમાં આવેલી ગૌશાળામાં હાલ ઘાસચારા ની અછત ઉભી થવા પામી છે.જેને લઈને આ આશ્રમના મહંત દ્વારા જીવદયાપ્રેમીઓ ને ખુલ્લા હાથે આ બાબતે મદદ કરવા અપીલ કરી છે.ગાય એ માતા છે અને તેન નિભાવ માટે જે કઈ પણ કરવું પડે તે કરવાની નેમ સાથે આ આશ્રમ માં ગાય સહિતના ગૌવંશ અને અન્ય જીવો નો નિભાવ થતો હોય ત્યારે તેમાં ખાસ મદદ કરવા અપીલ કરવામાં આવી છે. સિહોરના ટાણા રોડ પર ગૌતમેશ્વર મંદિર માર્ગ પર આવેલા ગાંધારી આશ્રમ કે જ્યાં પ્રભુ ની ભક્તિ સાથે ગૌવંશ ની સેવા કાજે એક ગૌશાળા પણ કાર્યરત છે. આ ગૌશાળામાં મોટા પ્રમાણમાં ગાયો તેમજ અન્ય ગૌવંશ અને ભેંસ સહિતના જીવો નો નિભાવ કરવામાં આવે છે. દુબળી અને અશક્ત ગાયો અને ભેંસો ના નિર્વાહ માટે આ ગૌશાળામાં લોકો ખુલ્લા હાથે દાન અથવા તો ઘાસચારો પૂરો પાડે છે.ત્યારે આ ઉનાળા માં પણ આ ગૌશાળામાં ઘાસચારા ની તંગી સર્જાય છે.હાલ ઉનાળો આકરો હોય અને ઓછા વરસાદ ના કારણે ઘાસચારો પુરતો ઉપલબ્ધ ના હોય જેથી દાતાઓ ના સહયોગ થી આ ગૌશાળામાં ગયો અને અન્ય જીવો માટે ઘાસચારો પ્રાપ્ત થઇ રહ્યો છે ત્યારે હાલ પણ ગત વર્ષની જેમ ઘાસચારા ની તંગી સર્જાયા આ આશ્રમના મહંત દ્વારા જીવદયાપ્રેમીઓ ને તેમાં મદદ કરવા અપીલ કરવામાં આવી છે જેમાં શક્ય હોય ત્યાં સુધી બહારથી ઘાસચારો ખરીદી ને આ ગૌશાળામાં મોકલવા અથવા આર્થિક સહયોગ કરી તેમાં મદદ રૂપ થવા અનુરોધ કરવામાં આવ્યો છે.