શહેરના મહિલા કોલેજ પાસે આજે બપોરના સમયે સીટી બસે એક વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માતનો આ બનાવ બનતા લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. જ્યારે પોલીસને જાણ કરાતા તુરંત પોલીસ કાફલો અને ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરમાં બંસી ટ્રાવેલ્સની ચાલતી સીટી બસની ભરતનગર રૂટની બસ નં. જીજે ૪ એડબલ્યુ ૦૨૬૮ના ચાલકે મહિલા કોલેજ પાસેથી પસાર થઇ રહેલ ભરતનગર જુના બે માળીયામાં રહેતા કાર્તિક મુકુદરાય દવે નામના વ્યક્તિને અડફેટે લેતા ગંભીર રીતે પટકાયો હતો અને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ કરાતા ૧૦૮ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતના બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી.