સિહોરના આધેડે દુકાનમાં ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

287

સિહોર ખાતે આજે વહેલી સવારે સ્ટેશન રોડ પર આવેલ હેર કટીંગ સલુનની દુકાનમાં આધેડે ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સિહોર ખલિફા સોસાયટીમાં રહેતા અને હેર કટિંગ સલૂન ચલાવતા રફીકભાઈ ઇબ્રાહિમભાઈ ખલિફા ઉવ ૫૦ આદર્શ હેર આર્ટ નામની દુકાન સ્ટેશન રોડ ખાતે ચલાવતા હોય પરંતુ અચાનક કઈક લાગી આવતા વ્હેલી સવારે પોતાના નિત્યક્રમ મુજબ દુકાને જતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર વહેલી સવારે ૫ થી ૬ વચ્ચે દુકાને ખોલી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ અંગેની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને આધેડની લાશ ઉતારી જરૂરી કાગળો કરી પીએમ માટે ખસેડાઇ હતી. જાણવા મળ્યા મુજબ મૃતકને સંતાનમાં ૩ દીકરી ૧ દીકરો છે. પોતાની દુકાનમાં જ ખાધો ગળાફાંસો ત્યારે નજીકમાં દુકાનો ધરાવતા વેપારીઓને જાણ થતાં તાત્કાલિક સિહોર સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ તપાસ શરૂ વધુ વિગતો તપાસમાં ખુલશે.

Previous articleમહિલા કોલેજ પાસે સીટી બસે અડફેટે લેતા એક વ્યક્તિનું મોત
Next articleરાણપુરના ખસ ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝબ્બે