કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત કારોબારીની બેઠક યોજાઈ

119

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગરના પ્રતિનિધિઓ દ્વારા પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી
કર્ણાવતી મુકામે ડોક્ટર હેગડેવાર ભવન ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગરના અધ્યક્ષ વિજયભાઈ આહિર,જિલ્લા સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ, ડૉ.હરેશભાઈ રાજ્યગુરુ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગર મહાનગર મંત્રી,જિલ્લા કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ પરમારે હાજરી આપી હતી અને જિલ્લાના પડતર પ્રશ્નોની રજુઆત રૂબરૂ આપવામાં આવી હતી તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની નવી ઘોષણામાં મહેશભાઈ મોરીની કામગીરી ધ્યાને લઇ ફરીથી નવી ટર્મ માટે સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવિ તથા પ્રાંત ટિમ તરફ થી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભાવનગર પણ સમગ્ર જિલ્લા ટિમ વતી અભિનંદન પાઠવે છે. આ ઉપરાંત જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ આહિર દ્વારા ભાવનગર જિલ્લાના પડતર પ્રશ્નો પણ આ બેઠકમાં પ્રાંતની ટિમ સામે રજુ કર્યા હતા અને વહેલી તકે તેમનુ નિરાકરણ લાવવા રજુઆત કરી.

Previous articleઅલંગ શીપ યાર્ડમાં સૌ પ્રથમવાર લેડી કેપ્ટન સોફિયા જહાજ લઇને આવ્યા
Next articleનગરપાલિકાની શાળાના ૧૫૦૦ વિધાર્થીઓને શિક્ષણ સાધન સહાય