નગરપાલિકાની શાળાના ૧૫૦૦ વિધાર્થીઓને શિક્ષણ સાધન સહાય

119

શિક્ષકોના સામાજિક ઉતરદાઈત્વ વિચારને બળવત્તર કરતા સતત ૧૧માં વરસે શિશુવિહાર સંસ્થા દવારા જરૂરીયાતમંદ ૧૫૦૦ બાળકોને સ્કૂલકીટનું વિતરણ કરવામાં આવ્યુ છે.
કોવિડ સ્થિતી પછી શરૂ થયેલ નગરપાલિકાનાં ધોરણ ૫ થી ૮નાં વર્ગમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ વિધાર્થીઓ શિક્ષણનાં મુખ્ય પ્રવાહમાંથી બહાર ન આવી જાય તે માટે શિક્ષકો ખાસ કાળજી લે તેવા ઉદેશથી ભાવનગર થી શરૂ થયેલ કાર્યક્રમની સમગ્ર ગુજરાતે નોંધ લીધી છે. તેથી વિશેષ ભુજ, જામનગર, સુરત, ભરૂચ જેવા અનેક જીલ્લાઓમાં બાળકોનો શિક્ષકો દવારા ખાસ કાળજી લેવા સાથે હોળી, ધુળેટી, દિવાળી પ્રસંગે શિક્ષકો પસંદ કરેલ બાળકના પરિવારની મુલાકાતે જઇ તેઓને સ્નેહભેટ પણ આપતાં રહે છે. સ્વ. પ્રફુલકુમાર સૂચકની સ્મુતિમાં નિલેશભાઈ દવારા ભાવનગરનાં ગરીબ વિધાર્થીઓની વિશેષ કાળજી લેવાઈ રહી છે ત્યારે માસના અંતે ગુજરાતનાં જાણીતા શિક્ષણવિદ્‌ ચિંતક શ્રી સાંઈરામ દવે દવારા નગરપાલિકાનાં ૫૫૦ થી વધું શિક્ષકો માટે એક દિવસીય માર્ગદર્શક પરિસંવાદ યોજવામાં આવનાર છે. નગરપાલિકાની શાળાઓના બાળકો માટે સ્કૂલબેગ, ૫-૫ નોટબુક, વોટરબે , માસ્ક અને કંપાસ સેટ સાથેની સ્કૂલકીટનું વિતરણ શાસનાધિકારીનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં આચાર્યઓ પ્રેરિત કરી રહ્યાં છે, જે ભાવનગરનાં શિક્ષણ વારસાને મજબૂત કરે છે.

Previous articleકર્ણાવતી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત કારોબારીની બેઠક યોજાઈ
Next articleયુવક મહોત્સવમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાની વિદ્યાર્થિનીઓ ઝળકી