ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની વર્લ્ડ હેરિટેજ શાળા શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાની વિધાર્થિની બહેનોએ તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શિહોર તાલુકાનું પ્રતિનિધિત્વ કરતાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સાંસ્કૃતિ યુવા મહોત્સવમાં સમૂહ ગીત સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ સમૂહ ગીતમાં ભાગ લેનાર બહેનો, દીપાલી, ટિ્વનકલ, હસ્તી, ઈશા, કિંજલ, આરતી, વિવેકા,અક્ષદા અને તેમના માર્ગદર્શન સંગીત શિક્ષક શ્રી તુષારગીરી ગૌસ્વામીને અભિનંદન આપી બિરદાવી અને આગામી સમયમાં શાળા અને ભાવનગર જિલ્લાનું ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે શુભેચ્છાઓ આપી હતી.