ઘોઘા-હજીરા રો-પેક્સ સેવા ફરી શરૂ થશે

140

શિપ “વોએઝ સિમ્ફની”માં સમારકામ બાકી હોવા ઉપરાંત દરિયો રફ હોવાનાં કારણે તારીખ લંબાવાઈ
સમુદ્રી માર્ગે શરૂ થયેલી દક્ષિણ ગુજરાતના સુરત સ્થિત હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સેવા હાલમાં વિવિધ કારણોસર બંધ હોય આ સેવા સપ્ટેમ્બર માસમાં ફરી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરથી સુરત દરીયાઇ માર્ગે શરૂ થયેલી ઘોઘા-હજીરા રો-પેક્સ પરિવહન સેવા દર વર્ષે ઓગષ્ટ મહિનામાં ચોમાસાની સિઝનમાં દરિયો રફ બનતો હોવાથી કેટલાક દિવસો માટે સેવા સ્થગિત કરવામાં આવે છે સેવા બંધ હોય એ દરમ્યાન મુસાફરોનુ પરિવહન કરતું શિપ વોએઝ સિમ્ફનીને રેગ્યુલર મેઈન્ટેન્સ માટે દહેજ અથવા હજીરા પોર્ટ ખાતે મોકલવામાં આવે છે આ સેવાનું સફળ સંચાલન હાલમાં ઈન્ડિગો કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકોમાં ભારે લોકપ્રિય બનેલી આ સેવા પંદરેક દિવસ પૂર્વે બંધ કરવામાં આવી હતી અને પંદર ઓગષ્ટે ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજે નિયત સમય પૂર્ણ થવા છતાં સેવા શરૂ ન થતાં જે અંગેનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો જેમાં સંચાલક કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શિપમા સમારકામ નું કેટલુંક મહત્વપૂર્ણ કામ બાકી છે અને શિપના એન્જિન ના બે પાર્ટ બદલાવવાના હોય એ પાર્ટસ્‌ વિદેશથી સમયસર ન આવતા શિપ રીપેર થયું નથી અને આગામી દિવસોમાં આ પાર્ટસ્‌ આવનાર હોય જે લગાવ્યા બાદ શિપનુ ટ્રાયલ યોજાશે અને ત્યારબાદ સેવા માટે ફરી તરતું મુકવામાં આવશે.ઉપરાંત એક કારણ એવું પણ જણાવ્યું હતું કે ખંભાત ની ખાડીમાં ચોમાસું લંબાતા હાલમાં પણ કરંન્ટ અકબંધ છે આથી આવા હેવી કરંન્ટ વચ્ચે શિપ ચલાવવું જોખમી ગણાય છે અને ૩૦ ઓગષ્ટ બાદ પરિસ્થિતિ થાળે પડે એવી શકયતા છે અને સપ્ટેમ્બર માસના પ્રથમ વિકથી સેવા પૂર્વવત બનશે આ સેવાને લઈને પ્રવાસીઓ દ્વારા પણ સતત પુછતાછ થઈ રહી છે જે અંગે સંચાલકોએ જણાવ્યું હતું કે આ શિપમા મુસાફરી કરતાં પ્રવાસીઓ ને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની ઉમદા નેમ ધરાવીએ છીએ આથી સારી સેવા માટે પ્રવાસીઓએ થોડી રાહ જોવી પડશે સપ્ટેમ્બર થી શરૂ થનાર સેશન માં મુસાફરો ની સફર વધુ આરામદાયક બને અને મુસાફરી દરમ્યાન બેસ્ટ ક્વોલિટી ફૂડ મળે લોકો જે સૌથી વધુ પસંદ કરે છે એ ફૂડ વ્યાજબી દરે ઉપલબ્ધ બને એવાં પ્રયત્નો કરી રહ્યાં છીએ હવે આ શાનદાર દરિયાઈ સફર કયારે શરૂ થશે એનો પ્રવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

Previous articleઉત્તરાખંડમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
Next articleપીપળીયા દેવીપૂજક વિસ્તારના ૧૦૦ વર્ષનાં ગંગાબેન રસીકરણ કરાવી રસી ન લેતાં અન્ય લોકો માટે રોલ મોડેલ બન્યાં