વડીયા ચોકડી પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો

707
BVN2642018-6.jpg

ભાવનગર એસ.ઓ.જી. ટીમે સંયુક્ત બાતમી આધારે વડીયા ચોકડી પાસેથી ચોરાવ મોબાઈલો સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે.
ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે વડીયા ચોકડી પાસે ઉભેલ વિજય ભૂપતભાઈ પરમાર ઉ.વ.૨૧ રહે. ગારીયાધાર રોડ નદીના આરામાં પાલીતાણા વાળાને ચાર મોબાઈલ ફોનના કોઈ આધાર પૂરાવા ન હોય જેથી શક પડતી મિલ્કત ગણી મળી કુલ ૨૪,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ અને આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે આ મોબાઈલ ચોરેલાનું જણાવેલ મજકુરને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ.  ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleઘોઘામાં લાઈન તુટતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ
Next articleદુષ્કર્મ તથા મહિલા પર અત્યાચાર કરનારને જેલમાં પુરો : સીપીએમ