ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના રસીકરણની ઝડપમાં વધારો

134

ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકામાં કોરોના રસીકરણની ઝડપ માં વધારો નોંધાયો છે. જેમાં ભાવનગર, સિહોર, જેસર, વલ્લભીપુર, સહીતના તાલુકાઓમાં રસીના પ્રથમ ડોઝમાં ૪૫થી વધુ વયના રસીકરણ સો ટકા જેટલું થયું છે. જિલ્લામાં ૪૫ થી વધુ વયના પ્રથમ ડોઝમાં સારી એવી સફળતાં સાંપડી છે. જેમાં કુલ લક્ષ્યાંક ૩૧,૩૦૩ લોકોનો છે તે પૈકી ૪૦,૦૫૮ લોકો એટલે કે ૧૨૮ ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી છે. બીજા ડોઝમાં ભાવનગર તાલુકામાં ૪૫થી વધુ વયનામાં ૬૩ ટકા સિદ્ધિ મળી છે. જેસર તાલુકામાં કુલ લક્ષ્યાંક ૧૫,૮૫૪ સામે ૧૬,૬૧૨ લોકોએ રસી મુકાવતા ૧૦૫ ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી છે. તો સિહોર તાલુકામાં કુલ લક્ષ્યાંક ૪૯,૫૬૩ સામે ૫૧,૫૪૨ એટલે કે ૧૦૪ ટકા તેમજ વલ્લભીપુર તાલુકામાં કુલ લક્ષ્યાંક ૨૦,૮૦૫ લોકો સામે ૨૩,૬૩૬ લોકોએ રસીકરણ કરાવતા કુલ ૧૧૪ ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી છે.જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોના રસીકરણમાં સૌથી ઓછી ટકાવારી પાલિતાણા તાલુકામાં છે. જ્યાં કુલ લક્ષ્યાંક ૪૬,૬૨૪ છે અને તે પૈકી ૩૯,૫૧૮ લોકોએ રસી લેતા લક્ષ્યાંક સિદ્ધિ ૮૫ ટકા છે. ૪૫થી વધુ વયનામાં બીજા ડોઝમાં સૌથી ૬૫ ટકા ટકાવારી ભાવનગર અને સિહોર તાલુકામાં નોંધાઇ છે. જ્યારે ૪૫થી વધુ વયનામાં બીજા ડોઝમાં સૌથી ઓછી ટકાવારી પાલિતાણામાં ૪૦ ટકા નોંધાઇ છે. ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોનું રસીકરણ કરવામાં આવે તેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલમાં શહેરમાં ૧૮ થી ૪૪ વર્ષની ઉંમર નાં ૧,૮૭,૬૮૫ લોકો એ પ્રથમ ડોઝ અને ૪૯,૭૬૭ લોકોએ દ્વિતીય ડોઝ લઈ લીધો છે. જ્યારે કુલ ટાર્ગેટ નાં ૮૩ ટકા લોકોએ પ્રથમ ડોઝ અને ૪૧ ટકા લોકોએ દ્વિતીય ડોઝ લઈ લીધો છે. છેલ્લા ૫ દિવસમાં ફક્ત શહેરમાં ૨૦ હજારથી વધારે લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.
હાલમાં જિલ્લાનાં આરોગ્ય વિભાગ પાસે રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ હોવાનાં લીધે કુલ રસીકરણ નાં ૭ લાખ ૭૨ હજાર એટલેકે ૫૬ ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે ૨ લાખ ૪૪ હજાર એટલેકે ૩૨ ટકા લોકોએ રસીનો દ્વિતીય ડોઝ લીધો છે. છેલ્લા પાંચ દિવસથી રસીકરણ ને વેગ આપવાના બહાને વિવિધ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Previous articleભગવાન ઝુલેલાલના ચાલિસા વ્રતની પૂર્ણાહુતિ નિમિતે શોભાયાત્રા નીકળી
Next articleસિહોર ખાતે ત્રિદિવસીય ગ્રામ સંજીવની સમિતિ તાલીમ સેમિનાર યોજાયો