દુષ્કર્મ તથા મહિલા પર અત્યાચાર કરનારને જેલમાં પુરો : સીપીએમ

672
BVN2642018-7.jpg

ભારત સામ્યવાદી પક્ષ ભાવનગર જિલ્લા સમિતિ મહિલા પાંખ દ્વારા દેશમાં વધતા જતા મહિલા ઉત્પીડન અને દુષ્કર્મના બનાવો સંદર્ભે શહેરમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજી મહિલા પર અત્યાચાર આચરનારાઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
જમ્મુના કઠવા, ઉત્તરપ્રદેશના ઉનાવા, દેવભૂમિ દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશમાં માસુમ બાળાઓ, યુવતીઓ, મહિલાઓ પર હેવાની રાક્ષસો દ્વારા પાશવી કૃત્યો આચરી જધન્ય અપરાધ સાથે અકલ્પનિય યાતનાઓ આપવામાં આવી રહી છે. આવા ગંભીર ગુનાઓ અટકાવવામાં કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાના દાવા સાથે સીપીએમ ભાવનગર જનવાદી મહિલા સમિતિ દ્વારા રેલી યોજી સુત્રોચ્ચાર સાથે આવી ઘટનામાં સંડોવાયેલ રાજકારણીઓથી લઈને ધાર્મિક કટ્ટરપંથીઓ હેવાનોને ફાંસીના માચડે લટકાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Previous articleવડીયા ચોકડી પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો
Next articleશિક્ષણમાં ઉંચા ફી ધોરણનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરી સામે દેખાવો