ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ

109

નવા સીએમનું નામ નક્કી કરવા માટે ભાજપ કમલમ ખાતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય : ભૂપેન્દ્ર પટેલને કામગીરીનો બહોળો અનુભવ છે : રૂપાણી
અમદાવાદ, તા.૧૨
ચુંટણીઓ પહેલા જ ગુજરાતના સીએમે રાજીનામું આપતા તમામ રાજકીય પક્ષોમાં ચર્ચાઓ જોવા મળી હતી ત્યાર બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી તે આજે પુર્ણ થઈ છે , ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નવો જ ચહેરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન (ઔડાના ચેરમેન) રહી ચુકેલા એવા ભુપેન્દ્રભાઈ પટેલને નીયુક્ત કરવામાં આવ્યા છે.નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આનંદીબેન પટેલના ખાસ માનવામાં આવી રહ્યા છે અને તે ખૂબ જ કાર્યશીલ છે અને તેમાં પણ ગુજરાત ના મુખ્યમંત્રીની વાત હોય તો પાટીદાર જ હોય તેવી ચર્ચાઓ વચ્ચે કોઈ પાટિદાર ચહેરો ઊભો કરવામાં આવ્યો પરંતુ તમામ રાજકીય પક્ષોના વિચારોની ક્ષમતા થી ઉપર રહીને ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી લેવામાં આવ્યા છે.
નવા મુખ્યમંત્રી પટેલ હોવાના કારણે ડેપ્યુટી સીએમ તરીકે નિતીન પટેલ ન હોઈ શકે કેમ કે બે પટેલને સીએમ અને ડેપ્યુટી સીએમ ની પદ ન મળી શકે તેથી નિતિનભાઈ પટેલનું પત્તુ કપાઈ ગયું. શનિવારના રોજ વિજ્ય રૂપાણી દ્વારા એકાએક રાજીનામું આપી દેતા ગુજરાત રાજકારણમાં ભુકંપ આવી ગયો હતો ત્યારબાદ ચર્ચાઓ વિચારણાઓ લોકોની અફવાઓ તેમજ નવા સીએમ તરીકે અવનવા નામોની જાહેરાતો થયા કરતી હતી વોટ્‌સઅપ ફેસબુક તેમજ અનેક સોશિયલ મિડીયા પર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે કોનું કેવું પ્રભુત્વ છે કોણ કદ કયું છે કોણે કેટલું કાર્ય કરેલ છે. તેવી અવનવી વાતો સાથે પોત પોતાના નેતાઓને હિરો બનાવી ને પીરસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કંઈક હટકે એવો નવો જ ચહેરો લાવી ને મુકી દેતા લોકો સ્તબ્ધ રહી ગયા હતા. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ વચ્ચે પોલીસની લગભગ ૨૦થી વધારે ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે.

ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્‌ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કમલમ ખાતે અત્યારે મીડીયા કર્મીઓનો જ જમાવડો દેખાઈ રહ્યો છે. ભાજપના એક પણ નેતા કમલમ ખાતે હાજર નથી માત્ર પ્રવકતા જ કમલમ ખાતે હાજર છે. મુખ્યમંત્રીની જાહેરાત માટેની તૈયારીના ભાગ રૂપે શુભેચ્છા પાઠવવા બુકે પણ મંગાવવામાં આવ્યા છે, જે કેટલાક લોકો લઈને કમલમ્‌ આવી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ આજે ગુજરાત પહોંચી ગયા છે. વિજય રૂપાણીના રાજીનામાં બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ છે, જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી છે. બેઠક બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ ઝ્રસ્પદ માટે હુકમનો એક્કો બનશે. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ ચારમાંથી કોઈને ઝ્રસ્ બનાવે છે અથવા કોઈ નવો જ ચહેરો પ્રજા સમક્ષ લાવશે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ઝ્રસ્ના પદ માટે કેટલાક નામોમાં સી.આર પાટીલનું નામ પણ સામે આવ્યું હતું. જેના પર પાટીલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ કેટલાક નામો મુખ્યમંત્રીના પદ માટે હાલમાં ચર્ચામાં આવ્યાં છે. જેમાં એક નામ મારુ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મારે સ્પષ્ટતા કરતાં કહેવું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. પાર્ટી જેને પણ મુખ્યમંત્રી બનાવશે તેની સાથે તેમજ વિજયભાઈની સાથે રહીને આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલો ૧૮૨ સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરીશું.

Previous articleઆર્જેન્ટિનાનો ૩-૦થી વિજય : મેસ્સીએ હેટ્રિક નોંધાવી
Next articleનીતિન પટેલથી મુખ્યમંત્રી પદ ફરી વેંત છેટું રહી ગયું