ઈન્સ્ટાગ્રામ પર ભાવનગરના સલમાને આર્યન શાહ બની યુવતી સાથે મિત્રતા કરી, બિભત્સ ફોટા મેળવી નાણાં પડાવ્યા

129

એએસપી સફીન હસન તથા ટીમે બની બેઠેલા આર્યન શાહની ધડપકડ કરી
ભાવનગર શહેરના નવાપરામાં રહેતા વિધર્મી શખ્સે હિંન્દુ નામ ધારણ કરી સોશિયલ મીડીયા પર ફેંક આઈડી બનાવી એક યુવતી સાથે મૈત્રી કેળવી યુવતીના બિભત્સ ફોટા મેળવી યુવતીને ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. ધમકી આપી વારંવાર નાણાં પડાવતા યુવતીએ માતા-પિતાને વાત કરતાં માતા-પિતાએ ભાવનગર સાઈબર સેલમા ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આધારે પોલીસે વિધર્મી શખ્સને ઝડપી લીધો હતો. આડેધડ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતાં અને દિકરીઓને વધુ પડતી છુટછાટ આપતાં માવતરો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં લવ જેહાદ તથા લઘુમતી સમાજના યુવાનો દ્વારા હિંદુ યુવતીઓને યેનકેન પ્રકારે ઝાળમાં ફસાવી શારીરિક,આર્થિક શોષણ કરી અપાર યાતનાઓ આપી જીવતેજીવ જીવતર નર્ક જેવું બનાવી નાખે છે, છતાં આધુનિકતાના અતિરેકમાં આંધળી બનેલી સ્વચ્છંદી યુવતીઓ આટ આટલાં કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા હોવા છતાં સુધરવાનુ નામ નથી લેતી આવી જ એક ચર્ચાસ્પદ ઘટના શહેરમાં ઘટવા પામી છે અને આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે એક વિધર્મી શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે એએસપી સફિન હસન પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના નવાપરા વિસ્તારમાં રહેતો સલમાન અબ્દુલ શેખે ઈન્સ્ટાગ્રામ પર આર્યન શાહના નામે ફેંક આઈડી બનાવી એક યુવતીને વાક્‌ છટા તથા ફોટા આધારે આંજી મૈત્રી કેળવી હતી અને ધીમે ધીમે યુવતીને ભોળવી ઈમોશનલી બ્લેકમેલ કરી યુવતીના નગ્ન ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ આ શખ્સે યુવતીના બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી વારંવાર મોટી રકમ પડાવી હતી. ત્યારબાદ પણ પૈસાની ડિમાન્ડ શરૂ રાખતાં વ્યથિત યુવતીએ તેની માતાને વાત કરતાં માતાએ તેનાં પિતાને સઘળી હકીકતથી વાકેફ કરતાં પિતાએ દીકરીને સાથે લઈ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે એએસપી સફીન હસન તથા ટીમે સલમાન અબ્દુલ શેખની ધડપકડ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

Previous articleકુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું
Next articleભાવનગર આનંદનગર કૃષ્ણ ભક્તિ મંડળ દ્વારા વિઘ્નહર્તાને છપ્પન ભોગ ધરવામાં આવ્યો