દીપ માલા કરીને ભગવાનની આરતી ઉતારવામાં આવી
ભાવનગરમાં ગણેશ ઉત્સવનો ભાવ ભક્તિ સાથે પ્રારંભ થયો હતો, જેને લઈ આયોજકો દ્વારા અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. આનંદનગર બીજા બસ સ્ટેન્ડ કૃષ્ણ ભક્તિ મંડળ અને આનંદનગર મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં વિઘ્નહર્તાને બહેનો દ્વારા છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો તેમજ ગણેશ ભક્તોએ પ્રસાદનો લાવો લીધો હતો.ભાદરવી ચોથના દિવસથી ભગવાન ગણેશજી સ્થપના કરવામાં આવે છે. દેશ ભરમાં ગણેશ ભક્તો દ્વારા વિવિધ રીતે ભગવાન વિઘ્નહર્તાને રિજવામાં આવે છે અને ગણેશજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ ગણેશજીને વિવિધ ભોગ ચડાવામાં આવે છે. ત્યારે ભાવનગરના આનંદનગર બીજા બસ સ્ટેન્ડના શ્રી કૃષ્ણ ભક્તિ મંડળ અને આનંદનગર મિત્ર મંડળ દ્વારા છપ્પન ભોગ જેમાં વિવિધ લાડુ, તીખી, બટકી, ભૂંગળા, ચોલાફળી, દાબેલી, વડાપાઉં, કચોરી, મકાઈ, ચણામઠ, ઢોકળા, સેન્ડવીચ, થેપલા, ગુલાબજામ્બુ, પીઝા, ખાંડવી, મઠો, દહીંવડા જેવી વિવિધ વાનગીઓ ભગવાનને ધરવામાં આવી અને દીપ માલા કરીને ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. વિવિધ મંડળો દ્વારા અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, છપ્પન ભોગનો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તથા આજુબાજુ વિસ્તારના ભાઈ-બેહનો ઉપસ્થિત રહ્યા હતા.