ભાવનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી આવારા તત્વો બેફામ બન્યા છે. આંતકની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં થોડા દિવસ પહેલાં દેસાઈનગર વિસ્તારમાં આવારા તત્વોએ પાર્ક કરેલી કારોના કાચ ફોડ્યા હતા આવી જ ઘટનાં શહેરમાં ફરી એક વખત બનવા પામી છે. જેમાં શહેરનાં દિપકચોક, મહિલા કોલેજ ક્રેસેન્ટ, હરીયાળા પ્લોટ સહિતા વિસ્તારોમાં કોઈ અજાણ્યા આવારા તત્વો મોડીરાત્રે ધોકા, પાઈપ જેવા હથીયારો સાથે આંતક મચાવ્યો હતો અને પાર્ક કરેલી કારોનાં કાચ ફોડી નાખ્યાં હતા બનાવની જાણ થતા ડીવાય એસ.પી. શંકર સહિતના બનાવ સ્થળે દોડી ગયાં હતા અને તપાસ હાથ ધરી હતી. બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ હરીયાલા પ્લોટ વિસ્તારમાં સાંઈ ટેનામેન્ટમાં રહેતા મનોજભાઈ સતીષભાઈ શાહ દ્વારા ઘોઘારોડ પોલીસમાં ફરીયાદ આપી છે કે ગતરાત્રી તેમના વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સો ધોકા, પાઈપ લી ઘસી આવી આતંક મચાવી પાર્ક કરેલી કારોનાં કાચ ફોડી નુકશાન પહોચાડ્યુ હતું બનાવ અંગે ઘોઘારોડ પોલીસ કલમ ૪૨૭, ૧૧૪, ૧૩૫ મુજબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હે.કો.એચ.બી.સોલંકીએ હાથ ધરી છે.