પ્રથમ નોરતે જાહેર આયોજનોમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા

770
bhav2392017-3.jpg

માં જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થતાની સાથે જ શહેરમાં થતા ફક્ત બહેનો માટેના જાહેર આયોજનોમાં પ્રથમ નોરતે જ નાની બાળાઓ સહિત બહેનો ટ્રેડીશ્નલ ડ્રેસમાં માતાના ગરબે ઝુમવા આવી પહોંચ્યા હતા અને મન મુકીને ઓરકેસ્ટ્રાના સથવારે ગરબે રમ્યા હતા. શહેરના આંબાવાડી, મેઘાણીસર્કલ, સાંઈબાબા મંદિર, કાળીયાબીડ, જવાહરનગર, ચિત્રા, મીલેટ્રી સોસાયટી, મેપાનગર સહિતના વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો દ્વારા બહેનો માટે ભવ્ય અને સુંદર નવરાત્રિ મહોત્સવમાં ગરબે રમવા માટેના આયોજનો કરવામાં આવ્યા છે. આ જાહેર આયોજનોમાં નામી-અનામી કલાકારો દ્વારા ઓરકેસ્ટ્રાના સથવારે ગરબાની રમઝટ બોલાવાય છે. તમામ જાહેર આયોજનો અદ્દભૂત રોશનીથી ઝળહળી રહ્યાં છે. જેમાં ચુસ્ત સિક્યુરીટીની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. જ્યાં બહેનો કોઈપણ પ્રકારની બીક વગર તહેવારની મજા માણી શકે છે. આ ગરબાની રમઝટમાં નાની બાળાઓ, બહેનો, મહિલાઓને આયોજકો દ્વારા ઈનામોની પણ વણઝાર કરવામાં આવે છે. માતાના પ્રથમ નોરતે જ જાહેર આયોજનોમાં મોટીસંખ્યામાં બહેનો મન મુકીને ગરબે ઝુમ્યા હતા.

Previous article ગણેશ આશ્રમ અગિયાળી ખાતે રાજપુત સમાજનું સ્નેહમિલન
Next article જીંગા ઉછેર થઈ શકે તેવી જમીન મીઠા ઉદ્યોગને ફાળવવાની હીલચાલનો વિરોધ