પ્રયત્ન ફાઉન્ડેશન કે જે રોજના ૪૦૦ કરતા પણ વધારે ગરીબ બાળકોને નાતજાતના ભેદભાવ વગર રોજ પ્રેમથી જમાડે છે તેના દ્વારા આયોજીત સતત સાતમા વર્ષે સંતકંવરરામ હાઇસ્કુલ, સરદારનગર સર્કલ, ભાવનગર માં સમય સાંજના પઃ ૦૦ થી રાત્રીના ૧૧ઃ ૦૦ કલાક સુધી બિસ્કુલ અનોખા ગણપતિ જે કોઇપણ આધાર વગર હવામાં ઉભા છે તેવા અનોખા ગણપતિના દર્શન માટે સર્વ ધર્મ પ્રેમીઓને આ દર્શન કરવાનો લ્હાવો લેવાનું ચુકશો નહી. તેમજ બાળકોને ખુબ મજા પડે એવો સરસ મજાનો પંડાલ તેમજ પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા સુંદર મજાનું પ્રદર્શનનું આયોજન પણ ત્યાં કરવામાં આવ્યું છે. તો સર્વ ધર્મપ્રેમીઓને વિજ્ઞાન તેમજ શ્રધ્ધાના સમન્વય એવા આ ગણપતિજીના દર્શન કરવા માટે પ્રોજેક્ટ ચેરમેન અને ટ્રસ્ટી અલ્પેશભાઇ કાપડી, ટ્રસ્ટી ધર્મેશભાઇ પંડયા, ટ્રસ્ટી પ્રદ્યુમનસિંહ ગોહિલ અને કર્મ મહેતાએ અપીલ કરેલ છે.