ભાવનગર શહેર પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓ ના કામે આરોપીઓ પાસેથી ઝપ્ત કરવામાં આવેલ વાહનોની કોર્ટના નિર્દેશ મુજબ હરરાજી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો એ બોલી લગાવી હતી આ વાહન વેચાણ થકી પોલીસ તંત્ર ને રૂપિયા ૧૨,૦,૬૦૦૦/-ની આવક થઈ છે.ભાવનગર પોલીસ હેડ કવાટરથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં કુલ પાંચ ડીવીઝનો આવેલા છે. આ ડીવીઝનો માં પોલીસ દ્વારા ગુનાહિત બનાવ સબબ આરોપીઓ પાસેથી વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા જેમાં સમયાંતરે પોલીસ દ્વારા વાહન માલિકો ને કોર્ટ-કાયદાની નિયત કાર્યવાહી દંડ જેવી ઔપચારિકતા પૂર્ણ કરી વાહનો પોલીસ મથકે થી છોડાવી જવા વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી આમ છતાં અનેક આસામીઓ દ્વારા વાહનો છોડાવવા ન આવતા ભાવનગર પોલીસ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ મુજબ શહેરના પાંચેય ડીવીઝનો માં લાંબા સમયથી પડતર હાલતમાં પડેલ વાહનોની જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જાહેર હરરાજી યોજી હતી જેમાં ૫૦૦ થી વધુ વાહનો જેમાં કાર,બાઈક,સાઈકલ સહિતના વાહનો હરરાજી માટે મુકવામાં આવ્યાં હતાં જે પૈકી ૪૧૨ વાહનો માટે લોકો એ બોલી લગાવી હતી અને ૪૧૨ વાહનો વેચાયા હતાં. આ વાહનો વેચાણ થકી પોલીસને રૂપિયા ૧૨,૦,૬૦૦૦/-ની આવક થઈ હતી આ કામગીરી ને લઈને સિટી ડીવાયએસપી સફીન હસન તથા સ્ટાફ જોડાયો હતો.