૨૮ ઠરાવો ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવીઃએક મુદ્દો પેન્ડિંગ
ભાવનગર મહા પાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં કુલ ૨૯ મુદ્દાઓ ચર્ચાયા જે પૈકી ૨૮ ઠરાવો ને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતાં અને એક મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો તથા અધ્યક્ષસ્થાને થી ચાર ઠરાવોને બહાલી આપવામાં આવી હતી કુલ ૩૨ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.ભાવનગર મહા પાલિકા ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ૨૯ મુદ્દાઓ વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આંગણવાડી,કંસારા શુધ્ધિ કરણ પ્રોઝેકટ સહિતનાઓ મુદ્દે ચર્ચા નો દૌર ચાલ્યો હતો જેમાં અતિ અગત્યનો એવો પાર્કિંગ બાબતે અમદાવાદ, રાજકોટ, સુરત જેવાં મહાનગરોમાં લાગું એવી પાર્કિંગ પોલીસીને મંજૂરી આપવામાં આવી હતી આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા એ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં પાર્કિંગ પોલીસી લાગું થયે શહેરમાં પેચીદો બનેલો વાહન પાર્કિંગ નો પ્રશ્ન મહદઅંશે ઉકેલાઈ જશે આ સિવાય કંસારા શુધ્ધિકરણ મામલે બેઘર થતાં લોકો-પરિવારોના પુનૅવસન -વિસ્થાપિતો માટે ચર્ચા કરવામાં આવી હતી આ સિવાય એક હેતુફેર માટે નો મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે જયારે ચાર મુદ્દાઓને અધ્યક્ષસ્થાને થી મંજૂરી આપવામાં આવી હતી.