કુંભારવાડા-નારી રોડ પરથી ૧૧ ગેમ્બલરોને ઝડપી લેતી એલસીબી

134

જુગારનું સાહિત્ય સાથે રૂા. ૭૨૧૦૦ કબ્જે
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે તિનપત્તીનો હારજીતનો જુગાર રમતા ૧૧ બાજીગરોને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગ પર હોય એ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે કુંભારવાડા વિસ્તારમાં કેટલાક શખ્સો સરા જાહેર હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકિકત આધારે ટીમે કુંભારવાડા-નારી રોડ પર રામદેવનગર શેરી નં-રમાં મઢુલી ચોક સ્થિત શિહોરી કૃપા પ્રોવિઝન સ્ટોર સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની બાજીમાં મગ્ન બનેલા ખેલંદાઓને તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમાં મુન્ના માવજી જમોડ ઉ.વ.૨૭, અલ્પેશ ભરત જાબુંચા ઉ.વ.૨૬, વિશાલ બળવંત બારૈયા ઉ.વ.૨૩, મેહુલ હિમંત બારૈયા ઉ.વ.૨૧, સંજય રૂપા સાંકળીયા ઉ.વ.૨૪, અશ્વિન ટીડા કાનાણી ઉ.વ.૨૧, મુન્ના ગોરધન ગોહિલ ઉ.વ.૩૩, મહેશ રમેશ રાઠોડ ઉ.વ.૧૯, સંજયર રમણ બારૈયા ઉ.વ.૨૬, હિતેષ ચંદુ બારૈયા ઉ.વ.૩૭ તથા અજય પ્રવિણ બારૈયા ઉ.વ.૨૦ રે. રામદેવ નગર કુંભારવાડાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂા. ૭૨૧૦૦ની રોકડ સાથે ઝડપી ડિ ડિવીઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleચિત્રા ખાતે ગણપતિ કથા
Next articleમહાનગર પાલિકા દ્વારા ભાવનગરના હિત માટેનો સર્વ શ્રેષ્ઠ પ્રોજેકટ કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ