મહાનગર પાલિકા દ્વારા ભાવનગરના હિત માટેનો સર્વ શ્રેષ્ઠ પ્રોજેકટ કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ

121

કંસારા બન્ને કાંઠે જે લોકોના દબાણો કાચા પાકા મકાનો વાડા ઓરડીઓ આવેલી છે તે લોકોની લાગણી અને માંગણીને માન આપી. મંત્રી વિભાવરીબેન દવેના પ્રયત્નોથી કંસારા પ્રોજેક્ટની પહોળાઈ બંને કિનારે અંદાજે ૪૦-૪૦ એટલે ટોટલ ૮૦ ફૂટ ઘટાડી લોકોના મકાન ઓરડીમાં વાડાં બચી જશે. જેની વાત અમારા વોર્ડ ના ૫૦ વરિયા ધાવડી માતા નો ખાંચો ડ્રેગન શેરી વગેરે વિસ્તાર ઘરે ઘરે ફરી ને વાત કરી.આ સાંભળી લોકોની ખુશીનો પાર ન હતો. લોકો એ વિભાવરીબેન દવે અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા, અમુક ભાઈઓ બહેનોએ તો કીધું તમે આવું સારું કામ કરો છો આવો સારો પ્રોજેક્ટ કરો છે તેની અમને વધારે ખુશી છે થોડું ઘણું અમારુ તૂટતું હશે તેનું દુઃખ નથી આનો ફાયદો અમને જ સોં થી વધારે થવાનો છે. એવું કહી ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના શાશકોનો આભાર પણ માન્યો. આ સાંભળી અમને પણ આત્મ સઁતોષ થયો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ કોર્પોરેટર ઉષાબેન બધેકા કોર્પોરેટર ભાવના બેન સોનાની, રણજીતસિંહ ચાવડા કિશોરભાઈ રૂબરૂ મુલાકાત કરેલ એવૂ મીડિયા ઇન્ચાર્જ એમ જી સરવૈયાએ જણાવેલ છે.

Previous articleકુંભારવાડા-નારી રોડ પરથી ૧૧ ગેમ્બલરોને ઝડપી લેતી એલસીબી
Next articleસિહોરમાં ભાવનગર-રાજકોટ રોડની હાલત બની બિસ્માર