સિહોર મધ્યે પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ ની અવદશા જોવા જેવી છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ પડી ગયા છે વારંવાર અકસ્માતો થાય છે છતાં કોઈ નિરાકરણ નથી આવતું.
સિહોર કે જેને છોટે કાશીનું બિરુદ પ્રાપ્ત થયું છે સૌરાષ્ટ્રના છોટેકાશી તરીકે પ્રખ્યાત સિહોર માં હાલ રોડની હાલત દયનીય છે ખાસ કરીને ટાણા ચોકડી પાસે આ હાઇવે મગરપીઠ સમાન બન્યો છે રોજ એક કે બેથી વધુ બાઇક ચાલકો આ ખાડામાં પડે છે અને અકસ્માતનો ભોગ બને છે ટાણા જવા કે આ રોડની સાઈડોમાં આવેલ સોસાયટીઓમાં કે આ ધોરીમાર્ગ પર પસાર થતા વાહનચાલકો માં કચવાટ પેદા થયો છે તેમજ ઘણી ખરી સ્કૂલોએ જવા પણ આ રોડ પરથી પસાર થવું પડે છે ત્યારે વાહનનું બેસેન્સ રાખવું પણ અઘરું છે અને ચાલીને જતા લોકો તથા વિદ્યાર્થીઓ ને મોટું વાહન ચાલે ત્યારે આ ખાબોચિયામાં ભરેલ ગંદું પાણી ઉડે છે અને સ્કૂલ યુનિફોર્મ તથા કપડાં બગાડે છે ત્યારે તાકીદે આ રોડ નું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.ઇશ્મ્ વિભાગમાં આ રોડ આવતો હોય છે પરંતુ પાલિકા દ્વારા પણ આ રોડ પર ઢસડાઈ આવેલી માટી વહેલી તકે દૂર કરે તે ખૂબ જરૂરી છે હાલ લોકોને તથા વાહનચાલકો ને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા વહેલી તકે તંત્ર કાર્ય કરે તેવી માંગ ઉઠી છે.