RTO રોડપર આવેલ “શ્રી વાસ્તુશિલ્પ” કોમ્પલેક્સને સીલ કરતું ફાયરબ્રિગેડ

127

મોડી સાંજે હાથ ધરેલી કામગીરીને પગલે વેપારીઓ-દુકાન ધારકો દોડતાં થયાં
ભાવનગર મહાનગરપાલિકા ના ફાયરબ્રિગેડના અધિકારી- જવાનોએ શહેરના ડી ડીવીઝન પોલીસ સ્ટેશન સામે આવેલ શ્રી વાસ્તુશિલ્પ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ને ફાયરસેફ્ટી અભાવે સીલ ઠપકારી દેતાં આ કોમ્પલેક્સ માં શોપ ધરાવતા તથા વેપારીઓમાં કાગારોળ મચી જવા પામી હતી.ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ ફાયરસેફ્ટી મુદ્દે ફાયરતંત્રે આળસ મરડીને ફરી બેઠું થયું હોય તેમ આજરોજ ઢળતી સાંજે શહેરના આરટીઓ રોડપર આવેલ એક કોમ્પલેક્સ ને સીલ કરતાં ચકચાર મચી જવા પામી છે આ અંગે ફાયરબ્રિગેડના અધિકારીઓ એ જણાવેલ વિગતો અનુસાર શહેરમાં બહુમાળી ઈમારતોમાં આપાતકાલિન સમયે અતિ ઉપયોગી એવી ફાયરસેફ્ટી અંગે ની જોગવાઈ-સાથે જરૂરી ઉપકરણો અનિવાર્ય બનાવ્યા આમ છતાં શહેરમાં આવેલી અનેક ઈમારતો દ્વારા ફાયરસેફ્ટી અંગે કોઈ કાર્યવાહી ન કરતાં તંત્ર દ્વારા ફાયરસેફ્ટી વિહોણા એકમો ને સીલ કરવાનાં કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે થોડા દિવસો પૂર્વે શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલો તથા શાળાઓને ધમરોળ્યા બાદ હવે વાણિજ્ય એકમો ધરાવતી બહુમાળી ઈમારતો પર તવાઈ બોલાવી છે,જે અંતર્ગત શહેરના ગઢેચીવડલા વિસ્તારમાં ડી ડીવીઝન પોલીસ સ્ટેશન સામે આવેલ શ્રી વાસ્તુશિલ્પ કોમ્પલેક્સ ના મિલ્કત ધારકને કોમ્પલેક્સ માં ફાયરસેફ્ટી અંગેની જરૂરી સવલતો સ્થાપિત કરવા લેખિત નોટિસ તથા મૌખિક જાણ કરવામાં આવી હતી પરંતુ કોમ્પલેક્સ ધારકે આ મુદ્દે દાદ ન દેતાં આજરોજ ઢળતી સાંજે ફાયરબ્રિગેડની ટીમ શ્રી વાસ્તુશિલ્પ કોમ્પલેક્સ પર પહોંચી હતી અને સમગ્ર કોમ્પલેક્સ ને સિલ કર્યો હતો આ કાર્યવાહી ને પગલે આ ઈમારતમાં વ્યવસાયી એકમો તથા ઓફીસ ધરાવતાં લોકો દોડતાં થયા હતા અને કોમ્પલેક્સ માલિકને સ્થળપર બોલાવી ઘટતી કાર્યવાહી તાકિદે હાથ ધરવા માંગ કરી હતી.

Previous articleબોરતળાવની ૩૮.૭ અને ખોડિયાર તળાવની પાણીની સપાટી ૧૧.૪ ફુટે પહોંચી : બોરતળાવ ૪૩ ફુટે ઓવરફ્લો થશે
Next articleઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ઉત્તમ એન. ભૂતા રેડક્રોસ બ્લડ બેંકનું ઉદ્ધાટન સમારોહ યોજાયો