ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ઉત્તમ એન. ભૂતા રેડક્રોસ બ્લડ બેંકનું ઉદ્ધાટન સમારોહ યોજાયો

143

દાતાઓ, અતિથિઓ,સંતો અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની વિશેષ ઉપસ્થિતિ
સમગ્ર વિશ્વમાં માનવતાવાદી આરોગ્યલક્ષી પ્રવૃતિ કરતી આંતરરાષ્ટ્રીયસંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે. જે અંતર્ગત આજરોજ નવું સોપાન નો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેમાં ઉત્તમ એન. ભૂતા રેડક્રોસ બ્લડ બેંકનું ઉદ્ધાટન સમારોહ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે અતિથિઓ અને સંતોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય કરી બ્લડબેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જે ભાવનગર જીલ્લામાં પણ કાર્યરત છે.ભાવનગર જિલ્લા શાખા દ્વારા આજે ૩૮ જેટલા આરોગ્યના કાર્યક્રમો ચલાવી રહી છે. જિલ્લાના દર્દીઓને સારી ગુણવત્તાવાળું અને રાહતદરે સમયસર અને સરળતાથી બ્લડ મળી રહે તેવા હેતું થી ઉત્તમ.એન.ભૂતા પરીવારના સહયોગથી રેડક્રોસ ભવન, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે આજથી બ્લડ બેંક નો પ્રારંભ થયો હતો. આ બ્લડ બેંકનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને રાહતદરે તથા થેલેસેમિયા મેજર બાળકો અને હીમોફીલિયા વાળા બાળકોને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે,આ ઉદ્ધઘાટન સમારોહમાં ભાવનગરના મેયર કિર્તીબેન દાણીધારીયા, આશિષ.યુ.ભુતા અને ઉત્તમભાઈ એન. ભુતા દાતા પરીવાર, શિહોર, યોગેશ નિર્ગુડે. કલેક્ટર,ભાવનગર તથા પ્રમુખ,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સેક્રેટરી, તથા જીણારામજી મહારાજ (મહંત શ્રી, મોંઘીબાની જગ્યા,શિહોર), સ્વામી ત્યાગવૈરાગ્યનંદ સરસ્વતી (દિવ્ય જીવન સંઘ આશ્રમ,ભાવનગર), તમામ હોદેદારો અને કારોબારી સદસ્યો હાજર રહ્યાં હતાં.

Previous articleRTO રોડપર આવેલ “શ્રી વાસ્તુશિલ્પ” કોમ્પલેક્સને સીલ કરતું ફાયરબ્રિગેડ
Next articleપવનદીપે ઘૂંટણિયે બેસીને અરુણિતાને ગુલાબ આપ્યું