પવનદીપે ઘૂંટણિયે બેસીને અરુણિતાને ગુલાબ આપ્યું

90

મુંબઈ,તા.૧૪
ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થયા બાદ પણ પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ ચર્ચામાં છે. તેઓ સમયાંતરે બોલિવુડના કલાકારોને મળી રહ્યા છે સાથે જ પ્રોજેક્ટ પણ પૂરા કરી રહ્યા છે. રિયાલિટી શો દરમિયાન પવનદીપ અને અરુણિતાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી અને તેઓ વધુને વધુ સાથે દેખાતા રહે તેવું ઈચ્છે છે. ફેન્સ તરફથી નામ મેળવેલા આ બંને સિંગર્સના રોમેન્ટિક સોન્ગ પર ડાન્સ કરતાં વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. પવનદીપ અને અરુણિતાનો વધુ આવો એક વીડિયો સામે આવ્યો છે. પવનદીપ અને અરુણિતાને ઓક્ટોપસ એન્ટરટેન્મેન્ટ તરફથી મ્યૂઝિકલ સીરિઝ મળી છે અને તેમા બંનેના ૨૦ સોન્ગ છે. ઓક્ટોપસ ઈન્ડસ્ટ્રીએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પવનદીપ અને અરુણિતાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ રણબીર કપૂર અને કેટરીના કૈફની ફિલ્મ ’અજબ પ્રેમ કી ગજબ કહાની’ના સોન્ગ ’તેરા હોને લગા હૂં’ પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં અરુણિતા લિરિક્સ પર લિપ સિંક કરી રહી છે. બાદમાં પવનદીપની એન્ટ્રી થાય છે અને તે ઘૂંટણીયે બેસીને અરુણિતાને ગુલાબનું ફૂલ આપે છે. બંનેનો આ વીડિયો સુંદર છે અને ગજબની કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. અરુણિતા અને પવનદીપના વીડિયો પર તેમના ચાહકોની પ્રતિક્રિયા સામે આવી છે. એક ફેન પેજે લખ્યું છે ’વાહ, ગજબ, અરુદીપે તો કમાલ કરી દીધી. એક ફેને લખ્યું છે ’તેઓ સિંગર્સ છે તેવું લોકો ભૂલી જાય તે પહેલા અમારે તેમને ગાતા સાંભળવા છે. સોન્ગ ક્યારે રિલીઝ થશે?’. તો એક ફેને આ વીડિયો માટે આભાર માનતા લખ્યું છે ’શું વાત છે સર. આભાર આ બંને તો ફેન્સના દિલમાં છવાઈ ગયા છે’. તો એકે મજાક કરતા લખ્યું છે ’ફૂલ હૈ પ્લાસ્ટિક કા ગુલાબ કા મત સમજના, ફીલિંગ્સ રિયલ હૈ સ્ક્રિપ્ટેડ મત સમજના. જણાવી દઈએ કે, ૧૫મી ઓગસ્ટે યોજાયેલા ઈન્ડિયન આઈડલ ૧૨ના ગ્રાન્ડ ફિનાલેમાં વિનર તરીકે પવનદીપના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે અરુણિતા ફર્સ્‌ટ રનર અપ બની હતી.

Previous articleઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ઉત્તમ એન. ભૂતા રેડક્રોસ બ્લડ બેંકનું ઉદ્ધાટન સમારોહ યોજાયો
Next articleવિરાટ કોહલી પર શું હવે દબાણ વધશે? : ગૌતમ ગંભીર