પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ આવરી લેવા વિચારણા

125

જીએસટી પર મંત્રીઓની એક પેનલમાં વિચારણા : જીએસટી સિસ્ટમમાં બદલવા માટે પેનલના ૭૫ ટકા સભ્યોનું એપ્રૂવલ જરૂરી, પેનલમાં રાજ્યો-ક્ષેત્રોના પ્રતિનિધિ
નવી દિલ્હી, તા.૧૪
પેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી લોકોને રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવા માટે વિચારણા થઈ રહી છે. જાણકારી પ્રમાણે જીએસટી પર મંત્રીઓની એક પેનલ નેશનલ રેટના ભાગરૂપે પેટ્રોલિયમ ઉત્પાદનો પર પણ અન્ય પ્રોડકટ્‌સની જેમ જીએસટી લગાવવા માટે વિચારણા કરી રહી છે. હાલમાં પેટ્રોલ ડિઝલ જીએસટીમાંથી બાકાત છે. જોકે જીએસટી સિસ્ટમમાં બદલવા માટે પેનલના ૭૫ ટકા સભ્યોનુ એપ્રૂવલ જરૂરી બનશે. જેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ છે. આમાંથી કેટલાક ફ્યુલને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે. બીજી તરફ દેશભરમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર નજીક છે અને ડિઝલના ભાવ પણ ૯૦ થી ૯૫ રૂપિયે પ્રતિ લિટર છે. ૨૦-૨૧ના વર્ષમાં પેટ્રોલ અને ડિઝલ પરના સરકારના ટેક્સમાં ૮૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ રકમ ૩.૩૫ લાખ કરોડ રૂપિયા રહી છે. જોકે એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યોની આવકમાં એક લાખ કરોડ રૂપિયાની કમી આવશે. બીજી તરફ જીએસટી હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટસને લાવવામાં આવે તો પેટ્રોલનો ભાવ ૭૫ રૂપિયા અને ડિઝળનો ભાવ ૬૮ રૂપિયા થઈ શકે છે.

Previous article૨૪ કલાકમાં ૨૫,૪૦૪ લોકો સંક્રમિત, ૩૩૯નાં મોત
Next articleદેશમાં ૧૨-૧૭ વર્ષના બાળકોનું ઓક્ટોબર-નવેમ્બરમાં રસીકરણ