સેન્સેક્સમાં ૬૯ અને નિફ્ટીમાં ૨૫ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

120

સપ્તાહના બીજી દિવસે બજારમાં તેજીનો માહોલ : ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં સૌથી વધુ ૪.૦૭%નો ઊછાળો
મુંબઈ, તા.૧૪
ટીસીએસ, કોટક મહિન્દ્રા બેન્ક, લાસ્રન એન્ડ ટૂબ્રો તથા એચસીએલ ટેક જેવી દિગ્ગજ કંપનીઓના શેરોમાં લેવાલીને લીધે સ્થાનિક શેર બજાર વધારા સાથે બંધ થયા હતા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સ્થાનિક સૂચકાંક મંગળવારે ૬૯ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકાના ઊછાળા સાથે ૫૮,૨૪૭.૦૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફટી પણ ૨૪.૭૦ પોઈન્ટ એટલે કે ૦.ત૧૪ ટકાની તેજી સાથે ૧૭,૩૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. એનએસઈ નિફ્ટી પર ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં ૩.૯૩ ટકા, એચસીએલ ટેકના શેરમાં ૨.૩૭ ટકા, હીરો મોટો કોર્પના શેરમાં ૨.૦૧ ટકા, અદાણી પોર્ટસના શેરમાં ૧.૫૩ ટકા ને ટાટા મોટર્સના શેરમાં ૧.૫૧ ટકાનો ઊછાળો જોવા મળ્યો. તો વળી અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ૧.૧૩ ટકા, એચડીએફસીના શેરમાં ૧.૦૪ ટકા, બીપીસીએલના શેરમાં ૧.૦૩ ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં ૧.૦૩ ટકા અને ટાટા સ્ટીલના શેરમાં ૦.૮૨ ટકની ગિરાવટ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં સૌથી વધુ ૪.૦૭ ટકાનો ઊછાળો જોવા મળ્યો. તો વળી એચસીએલ ટેક, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, એલએન્ડટી, કોટક મહિન્દ્રા બેન્ક, ટાઈટન, ટીસીએસ, આઈટીસી, એક્સિસ બેન્ક, એમએન્ડએમ, એનટીપીસી, મારુતિ, સન ફાર્મા, એસબીઆઈ, પાવર ગ્રિડ અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર લીલા નિશાન પર બંધ થયા. સેન્સેક્સ પર નેસ્લે ઈન્ડિયાના શેરમાં ૦.૯૭ ટકાનો કડાક જોવા મળ્યો. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડ, એચડીએફસી, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, બજાજ ફીનાન્સ, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્‌સ, રિલાય્નસ ઈન્ડસ્ટ્રી અને ડોક્ટર રેડ્ડીસના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા. અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો સિયોલ અને ટોક્યોમાં શેર બજાર તેજી સાથે બંધ થયા. તો વલી હોંગકોંગ અને સાંઘાઈમાં શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયા. યૂરોપિયન શેર બજારોમાં બપોરના સત્રમાં મિશ્ર વલણ જોવા મળ્યું. શેર બજારના અસ્થાયી આંકડાના અનુસાર વિદેશી સંસ્થાગત રોકામકારો (એફઆઈઆઈએસઃએ સોમવારે ૧,૪૧૯.૩૧ કરોડ રૂપિયાના મુલ્યના શેર ખરીદ્યા અને શુધ્ધ આધાર પર લેવાલ બની રહ્યા.

Previous articleપ્રિન્સ ફૈઝલ મોદી સાથે મુલાકાત કરે એવી શક્યતા
Next articleબિઝનેસ સેન્ટરના પાર્કિંગમાંથી ચોરેલા ચાર બાઈક સાથે “ભાયો” ઝડપાયો