ગણપતિ બાપાના જયઘોષ સાથે પાંચમા દિવસે શ્રીજીનું વિસર્જન કોળીયાકના દરિયામાં કરવામાં આવ્યું

371

ઘરમાં સ્થાપના કરેલ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ઓનુ લોકો ઘરમાં જ વિસર્જન કરતાં લોકોની સંખ્યા વધી : શહેર અને જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો આરંભ થયો
ભાવનગર શહેર તથા તાલુકા, ગામડાઓમાં જે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘરે માટે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, એ લોકો એ પાંચ દિવસ સંપન્ન થતાં વિસર્જન કોળીયાકના દરિયા ખાતે કર્યો છે તથા જિલ્લામાં આવેલ વિવિધ જળાશયોમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી.દેશનાં મહારાષ્ટ્ર થી શરૂ થયેલ ગણપતિ મહોત્સવ ની પ્રથા ગુજરાતમાં વ્યાપક બની રહી છે દર વર્ષે જાહેર તથા ઘરમેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે

એ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવ ને લઈને આબાલવૃદ્ધ સૌવ કોઈ લોકો માં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન કરતા હોય છે, જે અંતર્ગત પાંચ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓ એ ગણપતિ વિસર્જનની શરૂઆત કરી છે,જેમાં ગણપતિ વિસર્જન માટે લોકો નું સૌથી માનિતુ સ્થળ ઘોઘા તાલુકામાં આવેલ નિષ્કલંક નો સમુદ્ર તટ છે દર વર્ષે હજારો ની સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આજે સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાય માં વ્યસ્ત રહેતા લોકો દ્વારા ગણપતિજી નું વાજતેગાજતે વિસર્જન કર્યું હતું.

Previous articleબિઝનેસ સેન્ટરના પાર્કિંગમાંથી ચોરેલા ચાર બાઈક સાથે “ભાયો” ઝડપાયો
Next articleરામદેવપીરનાં સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો આજથી પ્રારંભ, વાજતે-ગાજતે નેજાયાત્રા નીકળી