ભાવનગરમાં સૌપ્રથમ ગણપતિ બાપાની ઘીની મૂર્તિ

118

ભાવનગર ખાતે પાનવાડી માં આવેલા મન સિદ્ધિ ખોડીયાર માતાજીના મંદિરે ૧ કિલો ગ્રામ વનસ્પતિ ઘી માં ગણપતિ બાપાની મૂર્તિ પુજારી શાંતિ ગીરી બાપુ બનાવી છે અને ગણપતિ બાપાની મૂર્તિ ઝૂલામાં સ્થાપિત કરી છે અને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ગણપતિ બાપા ને ઝુલાવવા દર્શન કરવા પ્રસાદ લેવા જાહેર આમંત્રણ છે આ મન સિદ્ધિ ખોડીયાર માતાજી બિલેશ્વર મંદિર ની બાજુમાં આવેલ છે માતાજીના મંદિરે છેલ્લા ૩૨ મહિનાથી સળંગ ગાયત્રી હવન રોજેરોજ સવારના ૬થી ૧૨ સુધી ચાલે છે જેમાં આવનાર તમામ ભાવિક ભક્તો દ્વારા બે-ચાર બે-ચાર આહુતિઓ આપે છે. ૧૧ રવિવાર અથવા ૧૧ મંગળવાર ની હવનમાં આહુતિ આપવા દર્શન કરવાથી મન સિદ્ધિ ખોડીયાર માં મનોકામનાઓ પૂર્ણ કરે છે . આ મંદિરે રોજેરોજ માતાજીને ફૂલોનો શણગાર થી સજાવવામાં આવે છે હવન કુંડ પાસે આહુતિઓ આપવાનો લાભ આવનાર તમામ ભાવિકો લઇ રહ્યા છે બધાનું કલ્યાણ થાય આવી પવિત્ર ભાવનાથી આ સળંગ હવનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ધાર્મિક પુસ્તિકાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે ભાવનગરની જનતા ને મન સિદ્ધિ ખોડીયારમાના અને ગણપતિબાપા ની ઘીની મૂર્તિના દર્શનનો લાભ લે તેમ પૂજારી શાંતિ ગિરિબાપુએ જણાવેલ છે

Previous articleભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ સાઇટ તથા આસપાસના ગામોની મુલાકાત લેતાં કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી
Next articleગારિયાધાર પોલીસે ૩ કલાકની ભારે જહેમત બાદ ધાડપાડુઓની ગેંગને ઝડપી લીધી