આજ રોજ તા.૧૫-૯-૨૧ ના શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધો.૧ થી ૫ ના બાળકોને ત્રણ નોટબુક અને પેન્સિલ તેમજ ધોરણ -૬ થી ૮ ના બાળકોને પાચ ફુલસ્કેપ ચોપડા બે પેન ના વિતરણ નો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી.મહેશભાઈ મોરીએ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્ય નો પરિચય આપ્યો હતો.માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ શાહ અને ચેરમેન શ્રી નિલેશભાઈ રાવલ એ બાળકોને હળવી શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું.હરેશભાઈ ચાવડાએ પ્રેરણાત્મક વાત કરી હતી. મહેમાનશ્રીઓના હસ્તે દ્ગસ્સ્જી ના બાળકોને પ્રમાણપત્ર તેમજ શિશુવિહાર સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કીટ આપવામાં આવે છે તેનું પણ પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં નોટબુક અને ચોપડાના મુખ્ય દાતા હર્ષદભાઈ હરિયાણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન નિલેશભાઈ રાવલ, માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ શાહ, હરેશભાઈ ચાવડા તેમજ અન્ય સભ્યો તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેરના અધ્યક્ષ શ્રી મહેશભાઈ મોરી,ઉપાધ્યક્ષ મુકેશભાઈ પનોત ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે દરેક બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટ ના માર્ગદર્શન નીચે શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા અલ્પાબેને કર્યું હતું.