એક સાથે વિવિધ 600 સ્થળે 1 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવશે વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લે તે માટેના પ્રયાસ હાથ ધરાયો
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે ભાવનગર શહેરમાં “ગરીબોની બેલી” કાર્યક્રમ અંતર્ગત મહા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જુદા-જુદા 65 સ્થળોએ રસીકરણ મહાભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસ.ટી બસ સ્ટોપ ખાતે કલેક્ટર તથા રેલવે ટર્મિનસ ખાતે કમિશ્નરે હાજર રહી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું કોરોનાના કારણે રાજ્યમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને સુરક્ષિત રાખવા માટે રસીકરણના અભિયાનને તેજ બનાવવામાં આવ્યું રહ્યું છે. લોકો વધુમાં વધુ કોરોના વેક્સિન લે તે હેતુથી અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. લોકોને વેક્સિન લેવા કલેક્ટરે અપીલ કરી જિલ્લામાં થયેલી રસીકરણની કામગીરી અંગે વિગત આપતા કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે “ગરીબોની બેલી” કાર્યક્રમ અંતર્ગત પ્રજા કલ્યાણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યાં છે. એક સાથે વિવિધ 600 સ્થળે 1 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવશે. તેમજ જણાવ્યું કે, જિલ્લાના રસીથી વંચિત તમામ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. કોરોનાની રસી સુરક્ષિત છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવાં માટે જિલ્લાના તમામ નાગરિકો રસીથી સુરક્ષિત બને તે આવશ્યક છે. શહેરના 65 સ્થળોએ વેક્સિનેશનું આયોજન કમિશ્નર એમ. એ. ગાંધીએ જણાવ્યું કે, શહેરના 65 સ્થળોએ 27,500 લોકોનું રસીકરણ કરવામાં આવશે. રસીકરણને પ્રેરિત કરવાં માટે કોર્પોરેશન તરફથી 18 હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે.