ભારતીય રેલવેમાં ૧૬ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી “સ્વચ્છતા પખવાડા” ઉજવવામાં આવી રહ્યુ છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલ દ્વારા આ પખવાડિયાના પ્રથમ દિવસે અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોના મહામારી (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯) ને ધ્યાનમાં રાખીને સ્ટેશનો, ઓફિસો, કોચિંગ ડેપો અને હોસ્પિટલોમાં સ્વચ્છતાના શપથ લીધા હતા.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલે ડિવિઝનલ રેલવે મેનેજર કચેરી, ભાવનગર પરામાં અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે સ્ટેશનો પર કર્મચારીઓને શપથ લેવડાવવાનું કામ કર્યું. શપથ ગ્રહણ સાથે સ્વચ્છતા પખવાડાનો પ્રારંભ થયો છે, વધુ સ્વચ્છતા પખવાડિયા દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ સ્વચ્છતા દ્વારા ઉજવવામાં આવશે. મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કરી શકાય તે માટે સ્ટેશનો પર ઉદ્ઘોષણા પ્રણાલી દ્વારા સતત સ્વચ્છતા સંબંધિત જાહેરાત કરવામાં આવી રહી છે.