ભાવનગર શહેરના લોખંડબજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ એકાદશી ની તિથિ “જળજીલણી એકાદશી” તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ મંદિર સ્થિત સંતો તથા હરિભક્તો ની બહોળી ઉપસ્થિતી વચ્ચે શ્રીહરિ ને નિજમંદિરમા જ બનાવવામાં આવેલ સંક્ષિપ્ત જળાશયમાં નૌકા આરૂઢ કરી નૌકાવિહાર કરાવવામાં આવેલ તથા જળ ની ઝારી લઈ શ્રીહરિ ને અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સુંદર વાઘા ના શણગાર સાથે દેવ પંચાયતનો શણગાર કરવામાં આવ્યો હતો અને નૈવેદ્ય-ભોગ સાથે મહા આરતી અને હરિભક્તો ને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને ઉત્સવનો લાભ લીધો હતો.