જામનગરમાં ડુબતા પીતા-પુત્રને બચાવી લીધા પણ કોર્પોરેટર મહમદહુસેન સમા વીર ગતી પામ્યા

242

જામનગર કાલાવાડ શહેર વરસાદને કારણે આવેલા પુર તણાઇ રહેલા બે યુવાન ને બચાવવા જતા કોર્પોરેટર મહમદહુસેન સમા પોતાના જીવની આહુતિ આપી વીરગતિ પામ્યા. જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં ભારે વરસાદના કારણે આવેલા પુરમાં તણાઈ રહેલા માલધારી સમાજના પિતા – પુત્ર ને બચાવવામાં સફળ રહેલા કાલાવડ નગરપાલિકાના વૉર્ડ નં. ૩ ના કાઉન્સીલર મહમદ હુસેન શમા પોતે બચી શક્યા નહીં અને બે માલધારી યુવાનો ના જીવ બચાવવા માટે પોતાના જીવની આહુતી આપી વિરગતી (શહીદી) પામી છે. મરહુમ મહમદ હુસેન શમા એ આપેલ કુર્બાની કાલાવડ શહેરના હિન્દુ – મુસ્લીમ સમાજ કાયમ યાદ રાખશે. મરહુમ મહમદ હુસેન શમા કાલાવડના મુસ્લીમ સમાજના પ્રમુખ જનાબ ગફારભાઈ મુસાભાઈ શમાના ભત્રીજા હતા. સામાજીક કાર્યકર હતા અને વૉર્ડ નં. ૩ ના કોંગ્રેસ નાં કાઉન્સીલર હતા.

Previous articleશહેરના સિંધુનગર વિસ્તાર માથી દારૂ-બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી લેતી પોલીસ
Next articleવડાપ્રધાનના જન્મ દિવસે સિહોરની સર્વોત્તમ ડેરી દ્વારા ૧.૨૫ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ