વિરાટ કોહલી નહોતો ઈચ્છતો કે, રોહિત શર્મા વાઈસ કેપ્ટન રહે

105

નવી દિલ્હી,તા.૧૭
વિરાટે રોહિતની વયનુ કારણ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, રોહિત હવે ૩૪ વર્ષનો થઈ ગયો છે અને આ સંજોગોમાં વાઈસ કેપ્ટનશિપ નવા ખેલાડીઓને આપવાની જરૂર છે. પસંદગીકારો સાથે વાતચીતમાં કોહલીએ રાહુલ અને પંત જેવા ખેલાડીઓના નામ વાઈસ કેપ્ટનશિપ માટે સૂચવ્યા હતા. જોકે ક્રિકેટ બોર્ડને આ પ્રસ્તાવ પસંદ આવ્યો નહોતો.બોર્ડનુ માનવુ હતુ કે વિરાટ કોહલી પોતાના ઉત્તરાધિકારીને ઈચ્છતો નથી. આ પહેલા પણ વિરાટ અને રોહિત વચ્ચે ૨૦૧૯ના વર્લ્‌ડકપ વખતે અને તે પહેલા વિવાદ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તે વખતે કહેવાયુ હતુ કે, વિરાટ અને રોહિત એક બીજા સાથે વાતચીત કરતા નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે પણ એવુ કહેવાયુ હતુ કે, વિરાટ કોહલી રોહિત શર્માને ઈચ્છતો નથી. જોકે રોહિતે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી હતી.વિરાટ કોહલીએ ટી-૨૦ ફોર્મેટની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી છે અને તે પછી અટકળોનુ બજાર ગરમ છે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, વિરાટ કોહલી વાઈસ કેપ્ટનપદેથી રોહિત શર્માને હટાવવા માંગતો હતો અને તેણે આ માટે પસંદગીકારો સાથે પણ વાત કરી હતી.

Previous articleપ્રિયંકાએ પતિના ૨૯માં બર્થ ડે પર કર્યું વિશ
Next articleવડાપ્રધાન મોદીના જન્મદિવસે વેક્સિનેશનના બધા રેકોર્ડ તૂટ્યા