ભાવનગર મહાપાલિકાની મિલ્કતોમાં વેક્સિનના ડોઝ વિના નો એન્ટ્રી

123

મુખ્ય કચેરીથી લઈને બાગ-બગીચા સ્વિમિંગપુલમાં પ્રવેશ માટે પણ રસીનો એક અથવા બંને ડોઝ ફરજિયાત
ભાવનગર મહાપાલિકા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ મહાનગરપાલિકા હસ્તકની ઈમારતોમા પ્રવેશ માટે મુલાકાતીએ કોવિડ પ્રતિરોધક રસીના એક અથવા બંને ડોઝ લીધેલ વ્યક્તિને જ સંકુલમાં પ્રવેશ મળશે. સરકારી કચેરી દ્વારા પ્રસિદ્ધ થયેલ ફરમાન-અહેવાલ મુજબ આજથી ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ઝોનલ ઓફીસો બગીચાઓ સ્વિમિંગપુલ સહિત ૧૮ એકમોમાં કોઈ પણ મુલાકાતીઓ પ્રવેશ કરતાં પૂર્વે કોરોના વેક્સિનના એક અથવા બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણ રજૂ કરવું ફરજિયાત રહેશે વેક્સિન ન લીધેલી હોય એવાં વ્યક્તિ ઓને પ્રવેશ મળશે નહીં આ જાહેરનામાની અમલવારી આજથી જ શરૂ થશે આથી સરકારી કચેરીઓમાં કોઈ કામ સબબ અથવા બાગ-બગીચામાં જતાં પૂર્વે વેક્સિનેશન ની પરીક્ષા માથી પસાર થવું શહેરીજનો કે અન્ય આગંતુકો માટે ફરજિયાત બની રહેશે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ આ નિયમને કેટલાક લોકો એ આવકાર્યો છે તો કેટલાક લોકો આનિર્ણયને લઈને મો મચકોડી રહ્યાં છે.

Previous articleભાવનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અચાનક આવી ચડતા રાજકારણ ગરમાયુ
Next articleશક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રીના મંડપનું ભાવભેર રોપણ