શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરની પરંપરા અનુસાર આસો સુદ નવરાત્રી ઉત્સવ પૂર્વે મંડપ – ધ્વજા રોપણ વિધિ જલજીલણી એકાદશીના દિવસે ભાવપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આસો સુદ નવરાત્રી ઉત્સવની ઉજવણીની ભંડારિયાની વિશિષ્ટ પરંપરા છે પરંતુ હાલ કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકારની મંજૂરી અને માર્ગદર્શિકા મુજબ કાર્યક્રમો થશે. ભાદરવા સુદ અગિયારશને શુક્રવારે સવારે નિજ મંદિરેથી વાજતે ગાજતે નીકળી ભાવિકો માણેકચોકમાં પહોંચ્યા હતા. અહીં મંડપ મુહુર્ત કરી ધ્વજા ફરકાવામાં આવી હતી. આ સાથે નવરાત્રી ઉત્સવની તૈયારીના ગણેશ કરી દેવાયા છે.